________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૧૩૧ * જિનેન્દ્રકા કહા હુઆ નિર્દોષ વચન હૈ જો સંસારને માર્ગસે છુડાનેવાલા મોક્ષમાર્ગ બતાતા હૈ, જિસમેં જ્ઞાનસે હી જ્ઞાનની શોભા હૈ ઔર જો નિશ્ચયસ્વરૂપ આપ હી હૈ. ૬૮૪.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનાસમુચ્યસાર, શ્લોક-૧૭) * સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઇનો કોઇની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે, એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે. ૬૮૫.
(શ્રી સમયસાર, ગાથા-૩૮-૩૧૧ નો ભાવાર્થ)
*
*
*
* શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનકર યહ જીવ યધપિ બંધમોક્ષ-પુણ્ય-પાપકા કર્તા નહીં હૈં, તો ભી અશુદ્ધ-નિશ્ચય-નયકર શુભ-અશુભ ઉપયોગોં સે પરિણત હુઆ પુણ્ય-પાપકે બંધકા કર્તા હોતા હૈ ઔર ઉનકે લકા ભોકતા હોતા હૈ, તથા વિશુદ્ધજ્ઞાન-દર્શનરૂપ નિજ શુદ્ધાત્મદ્રવ્યના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ શુદ્ધોપયોગકર પરિણામ હુઆ મોક્ષકા ભી કર્તા હોતા હૈ, ઔર અનંત સુખકા ભોકતા હોતા હૈ. ઈસલિયે જીવકો કર્તા ભી કહા જાતા હૈ, ઔર ભોકતા ભી કહી જાત છે. ૬૮૬.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-ર ગાથા-૨૮) * બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરકત થાય છે, તે કર્મોથી મુકાય છે. ૬૮૭.
(શ્રી કુંદકુંદચાર્ય, સમયસાર, ગાથા-૨૯૩) * જે (સમયસાર) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટકર્મોના પારને પહોચ્યો છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે), જે પરપરિણતિથી દૂર છે, જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, જે સાચા સુખસાગરનું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીધ્રા રક્ષણ કરો. ૬૮૮.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા શ્લોક-૬૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com