________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ )
(૧૩૭ * જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે અને પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બંને ભિન્ન દ્રવ્યો હોવાથી), તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાયવ્યાપકભાવને પામવા અસમર્થ છે. જીવ- પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે (-થાય છે) કે જ્યાં સુધી (ભેદજ્ઞાન કરનારી ) વિજ્ઞાનજ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે ઉગ્ર રીતે જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને પ્રકાશિત થતી નથી. ૭૧૫.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૫૦)
* * *
* મોહને કારણે જે પદાર્થને ઈષ્ટ માનવામાં આવે છે તે જ અનિષ્ટ તથા જે પદાર્થને અનિષ્ટ માનવામાં આવે છે તે જ ઇષ્ટ થઇ જાય છે. વાસ્તવમાં કોઈ દ્રવ્ય ઇષ્ટ કે અનિષ્ટ નથી. ૭૧૬.
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, સંવર અધિકાર, ગાથા-૩૬) * અબ્રહ્યભાવકો ત્યાગ બ્રહ્મચર્ય હૈ. મિથ્યાત્વભાવ મદભાવ આદિ સર્વ રાગાદિ દોષકા ત્યાગ બ્રહ્મભાવ હૈ તથા આત્માના શુદ્ધ સ્વભાવ બ્રહ્મ હૈ. ઇસલિયે અપને આત્માકા નિજ સ્વભાવમું રહના બ્રહ્મચર્ય હૈ ઐસા જિનેન્દ્રને દેખા હૈ. ૭૧૭.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૫૮)
* * * * ચેતન અને અચેતન એ બન્ને ભિન્ન તત્ત્વ છે. તેમના ભિન્ન સ્વરૂપનો વિચાર કરવો તેને વિવેક કહેવામાં આવે છે. તેથી હે આત્મા! તું આ વિવેકથી ગ્રહણ કરવા યોગ્ય જે ચૈતન્યસ્વરૂપ છે તેનું ગ્રહણ કર અને છોડવા યોગ્ય જડતાને છોડી દે. ૭૧૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વ સપ્તતિ, શ્લોક-૭૩) * પૂર્વકર્મોક ઉદયસે પીડા હો જાને પર ઉસકે લિયે શોચ કરના ઐસા હી હૈ જૈસે કોઇ વૃદ્ધ બૅલ અપનેસે હી અપનેકો કાટ લે ફિર પૂંછસે અપનેકો હી મારે. ૭૧૯.
(શ્રી કુલધરઆચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૮૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com