________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮)
(પરમાગમ – ચિંતામણિ * સમાયિકના સમયમાં કૃષિ આદિ આરંભ સહિત બધાંય અંતરંગ અને બહિરંગ પરિગ્રહો હોતા જ નથી, તેથી તે સમયે ગૃહસ્થ, વસ્ત્ર ઓઢેલા ( ઉપસર્ગગ્રસ્ત ) મુનિ સમાન મુનિભાવને પ્રાપ્ત કરે છે. ૧૫૧૬.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૧૦૨) * સાંભળ! આજે એક અપૂર્વ શિક્ષાભરી વાત તને કહીએ છીએ કે તારાથી અપમાનીત થયેલા તે કષાયો માત્સર્યતાને પામી કર્મોદય – વશાત્ પોતાનો અનાદિ આકાર ફેર કરી હજુ પણ તારા જેવા તપસ્વી, તારા જેવા જ્ઞાની, અને તારા જેવા વિરતી આદિ ગુણી પુરુષો પ્રત્યે સૂક્ષ્મ અદેશક (અન્યનો ઉત્કર્ષ નહિ સહન થવો તે) ભાવરૂપે પોતાનું કામ કરી રહ્યાં છે, જે અતિ દુર્જય છે, તેને વિચારી વિચારીને તું ક્ષીણ કર. જે મહાન દોષ કોઇ વિરલ પુરુષ જ છોડી શક્યા છે. ૧૫૧૭.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૧૫) * આ અજ્ઞાની પ્રાણી, અમુક મરી ગયા, અમુક મરણ સન્મુખ છે અને અમુખ ચોકક્સ મરશે જ – આમ હંમેશા બીજાના વિષયમાં તો ગણતરી કર્યા કરે છે. પરંતુ શરીર, ધન, સ્ત્રી આદિ વૈભવમાં મહા મોહથી પકડાયેલો મૂર્ખ મનુષ્ય પોતાની સમીપ આવેલ મૃત્યુને દેખતો પણ નથી. ૧૫૧૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૮૮)
* * *
* તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીનાં ઢેફાં સમાન છે અને તે (માત્ર ) કાર્મણ શરીર સાથે બંધાયેલા છે. ૧૫૧૯.
(શ્રી કુંદકુંદ આચાર્ય, સમયસાર, ગાથા-૧૬૯ ) * દ્રવ્યાનુયોગરૂપી દીપક જીવ અને અજીવ સુતત્ત્વોને, પુણ્ય તથા પાપને એ બંધ તથા મોક્ષને ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ થાય તેવી રીતે વિસ્તારપૂર્વક નિરૂપે છે- પ્રગટ કરે છે. ૧૫૨૦.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૪૬) * ઉસી એક જન્મકે નાશ કરનેવાલે હલાહલ વિષકો ખા લેના અચ્છા હૈ પરંતુ અનંત જન્મોંમેં દુઃખ દેનેવાલે ભોગરૂપી વિપકો ભોગના ઠીક નહીં હૈ. ૧૫૨૧.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૭૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com