________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૦૧ * સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજ્યપદને પ્રાપ્ત કરાવે છે ત્યારે શરીર આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય કરે છે. ધિકાર છે એ કૃતજ્ઞ શરીરને! ૧૫૮૧.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૦૯ ) * જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રાખને માટે અતિ મૂલ્યવાન ચંદનને બાળી નાંખે તેમ અજ્ઞાની જીવ વિષયોના લોભથી મનુષ્યભવને નષ્ટ કરે છે.
જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રત્નદ્વીપમાં જઇને પણ ત્યાંના રત્નોને છોડીને લાકડાનો ભાર લઈ આવે તેમ મનુષ્યભવરૂપી રત્નદ્વીપાં આવીને પણ અજ્ઞાની જીવ ધર્મરત્નોને છોડીને ભોગોની અભિલાષા કરે છે.
જેમ નંદનવનમાં જઇને પણ કોઇ મૂર્ખ મનુષ્ય અમૃતને છોડીને વિષ પીવે, તેમ મનુષ્યભવરૂપી નંદનવનમાં આવીને પણ અજ્ઞાની જીવ ધર્મ-અમૃતને છોડીને ભોગની અભિલાષારૂપ ઝેર પીવે છે. ૧૫૮૨.
(શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા - ૧૮૨૮-૨૯-૩૦) * પ્રાણોના નાશને (લોકો) મરણ કહે છે. આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. તેથી (આવું જાણતાં) જ્ઞાનીને મરણનો ભય ક્ય
થી હોય? તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૮૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, શ્લોક-૧૫૯) * હે ત્રિલોકીનાથ! જો આપની આરાધનાથી નિશ્ચયથી મારી દઢ સ્થિતિ થઇ ગઇ છે તો પછી મને અતિશય બળવાન સંસારરૂપ શત્રુથી પણ ભય કેમ હોય? અર્થાત્ ન હોય. ઠીક છે – અમૃતવર્ષાથી હર્ષ ઉત્પન્ન કરનાર એવા ઉત્તમ ફુવારાયુક્ત ગૃહને પ્રાપ્ત થયેલ પુરુષને શું ગ્રીષ્મ ઋતુમાં મધ્યકાલીન સૂર્યનો અત્યંત તીક્ષ્ણ સંતાપ પણ શું દુઃખી કરી શકે ? – ન કરી શકે. ૧૫૮૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, આલોચના અધિકાર, શ્લોક-૩) * કામ, ક્રોધ તથા મોહ યે તીનોં હી ઈસ જીવને મહાન વૈરી હૈ. જબ તક ઇન શત્રુઓંસે મનુષ્ય પરાજિત હૈં તબ તક માનવકો સુખ કિસ તરહ હો સકતા હૈ? ૧૫૮૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, ગાથા-૨૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com