________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩00)
(પરમાગમ – ચિંતામણિ * સંસારમેં ઉત્પન્ન હુઈ અપની જ્વાલાઓકે સમૂહસે લોકકો ભસ્મ કર દિનેવાલી અગ્નિમેં પ્રવેશ કરના અચ્છા હૈ, જિસમેં બડી બડી લહરે ઉઠ રહી હૈ તથા જો મગર વ ઘડ્યાલ આદિ હિંસક જલજંતુઓને ભયકો ઉત્પન્ન કરનાલા હૈ ઐસે સમુદ્રને જલમેં પ્રવેશ કરના અચ્છા હૈ અથવા જહાં નાના પ્રકાર, બાણો (શસ્ત્રો) કે દ્વારા અનેક શૂરવીર મારે જા રહે હો ઐસે શત્રુઓને ભયાનક યુદ્ધમેં ભી પ્રવેશ કરના અચ્છા હૈ, પરંતુ સેંકડો ભવોમેં અનંત દુ:ખકો ઉત્પન્ન કરનેવાલે સ્ત્રીસુખકે મધ્યમેં પ્રવેશ કરના અચ્છા નહીં હૈ. (તાત્પર્ય યહ કિ સ્ત્રીજન્ય સુખ ઉપર્યુક્ત જાજ્જવલ્યમાન અગ્નિ આદિસે ભી ભયાનક હૈ). ૧૫૭૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૧૮) * ગણધરાદિક દેવ, પ્રતિકાર રહિત એવા (જેને દૂર કરવાનો કોઈ ઉપાય ન જોવામાં આવે એવા) ઉપસર્ગ આવી પડતાં, દુષ્કાળ પડતાં, ઘડપણ આવતાં, અને રોગ થતાં, ધર્મ માટે (ધર્મની આરાધના માટે) શરીરનો ત્યાગ કરવો તેને સંલ્લેખના કહે છે. ૧૫૭૭.
( શ્રી સમતભદ્રસ્વામી રત્નકરંડશ્રાવકાચાર, શ્લોક-૧૨૨) * ઉત્તમ ધર્મ સહિત જીવને તક્ષ્ણ ખડગ પણ ફૂલની માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે તથા હળાહળ ઝેર છે તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહીએ મહાન આપદા પણ સંપદા બની જાય છે. ૧૫૭૮.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૩૩) * ઝાડના ટૂંઠામાં જેને પુરુષની ભ્રાન્તિ ઉત્પન્ન થઇ હોય તેવા મનુષ્યને જેવી વિપરીત યા વિવિધ ચેષ્ટા હોય છે તેવી શરીરાદિમાં આત્મ વિભ્રમને લીધે પહેલાં મારી ચેષ્ટા હતી. ૧૫૭૯.
(શ્રી પૂજ્ય સ્વામી, સમાધિતંત્ર, ગાથા-૨૧) * જ્યાં આત્મભાવ (ભવ્યજીવોને) મોક્ષ આપે છે, ત્યાં સ્વર્ગ કેટલું દૂર છે? (કંઈ દૂર નથી અર્થાત્ નજીક છે.) જે (મનુષ્ય) ભારને બે કોશ સુધી જલદી લઇ જાય છે, તે (મનુષ્ય) તે ભારને અર્ધી કોશ લઇ જતાં શું થાકી જશે – ખિન્ન થશે? (ના, ખિન્ન થશે નહિ.) ૧૫૮૦.
(શ્રી પૂજ્યપાદસ્વામી, ઇષ્ટોપદેશ, ગાથા-૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com