________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮)
(પરમાગમ – ચિંતામણિ * નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ, તું અહીં ફોગટ કલેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે ( પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપાયુગલની પૂજામાં છે, જો તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ ) હશે. ૧૫૬૫.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૯) * આચાર્ય મહારાજ કહતે હૈં કિ ઈસ કામસ્વરૂપી વિષકો મેં કાલકૂટ ( હલાહલ) વિષસે ભી મહાવિષ માનતા હૂં કયોંકિ પહિલા જો કાલકૂટ વિષ હૈ વહ તો ઉપાય કરનેસે મિટ જાતા હૈ, પરંતુ દૂસરા જો કામરૂપી વિષ હૈ વહુ ઉપાય રહિત હૈ અર્થાત્ ઈલાજ કરનેસે ભી નહિ મીટતા હૈ. ૧૫૬૬.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૧, શ્લોક-૨૧) * શિષ્ય પ્રશ્ન કરે છે કે, હે સ્વામી! રાગ-દ્વેષ પરિણામોનું મુખ્ય કારણ શું છે? પૌગલિક કર્મ છે? કે ઇન્દ્રિયોના ભોગ છે? કે ધન છે? કે ઘરના માણસો છે? કે ઘર છે? તે આપ કહો. ત્યાં શ્રીગુરુ સમાધાન કરે છે કે છયે દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં સદા નિજાશ્રિત પરિણમન કરે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની પરિણતિને કદી પણ પ્રેરક થતું નથી, માટે રાગ-દ્વેષનું મૂળ કારણ મોહ મિથ્યાત્વનું મદિરાપાન છે. ૧૫૬૭.
(શ્રી બનારસીદાસજી, નાટક- સમયસાર, સર્વવિશુદ્ધિ દ્વાર, પદ- ૬૧)
* * *
જો દુર્જન મનુષ્ય મારા દોષો જાહેર કરીને સુખી થતો હોય તો થાવ, જો ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો બીજા કોઈ મારું સ્થાન લઇને સુખી થતા હોય તો થાવ અને જે મધ્યસ્થ છે – રાગદ્વેષ રહિત છે – તે એવા જ મધ્યસ્થ બની રહે. અહીં આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો. મારા નિમિત્તે કોઈ પણ સંસારી પ્રાણીને કોઇ પણ પ્રકારે દુ:ખ ન થાવ, એમ હું ઊંચા સ્વરે કહું છું. ૧૫૬૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પવનંદી પંચવિંશતિ, ધર્મોપદશામૃત, શ્લોક-૮૫) * બાહ્ય પરિગ્રહકો ત્યાગ ભાવકી વિશુદ્ધિકે લિયે કિયા જાતા હૈ, પરંતુ અભ્ય 'તર પરિગ્રહ રાગાદિક હૈં, ઉનસે યુક્તકે બાહ્ય પરિગ્રહના ત્યાગ નિફ્લ હૈ. ૧૫૬૯
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com