________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૯૩ * હે જિનેન્દ્ર! સંસારરૂપ સમુદ્રમાં પડતાં પ્રાણીનું રક્ષણ આપનો ધર્મ જ કરે છે; બીજાઓનો ધર્મ તો ભીલનાં ધર્મ (-ધનુષ્ય) સમાન અન્ય જીવોને મારવાનું જ કારણ થાય છે. ૧૫૪૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ઋષભસ્તોત્ર, શ્લોક-૪૦) * કેવલજ્ઞાનાદિ અનંતગુણમયી આત્માનો છોડકર દૂસરી વસ્તુ જ્ઞાનિયોકે મનમેં નહીં રુચતી. ઉસકા દાંત યહ હૈ કિ જિસને મરકતમણિ જાન લિયા, ઉસકો કાંચકે ટુકડોંકી કયા જરૂરત હૈ? ઉસી તરહ જિસકા ચિત્ત આત્મામે લગ ગયા, ઉસકે દૂસરે પદાર્થો કી વાંછા નહીં રહતી. ૧૫૪૪.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨ ગાથા-૭૮) * મને ઇષ્ટ પદાર્થોનો વિયોગ ન થઇ જાય તથા અનિષ્ટ પદાર્થોનો સંયોગ ન થઇ જાય એવા પ્રકારથી આ જન્મમાં આઠંધ કરવાને આલોકભય કહે છે, તથા ન જાણે આ ધન સ્થિર રહેશે કે નહિ, દેવયોગથી કદાચિત્ દારિદ્રતા પ્રાપ્ત ન થઇ જાય ઇત્યાદિક માનસિક વ્યથારૂપ ચિંતા મિથ્યાષ્ટિઓને બાળવા માટે સદાય સળગતી જ રહે છે. ૧૫૪૫.
(શ્રી રાજમલ્લલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૫૦૭)
* * * * જે ભવ્ય પોતાના આત્માને કલંક રહિત (નિર્દોષ) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપી રત્નોનો પટારો બનાવ્યો છે તેને ત્રણલોકમાં સ્વયંવર વિદ્યાનથી પતિ તરીકે વરવાની ઈચ્છા રાખનારી સ્ત્રીની જેમ સર્વ અર્થોની સિદ્ધિ અર્થાત્ ધર્મઅર્થાદિ ચાર પુરુર્ષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૫૪૬.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૧૪૯ ) * જગતમાં આશ્ચર્યકારી એવી ઘણી વાતો છે, અથવા થયા કરે છે. પરંતુ એ વાતોથી અમને જરાય આશ્ચર્ય ભાસતું નથી. વાસ્તવમાં એમાં કાંઈ આશ્ચર્ય પણ નથી. કારણને પામીને વસ્તુનું જે પરિણમન થવાનું છે, તે થયા જ કરે છે, એમાં શું આશ્ચર્ય? પણ આ બે જ કૌતુહલ અમને અતિ આશ્ચર્ય પમાડે છે. એક તો અતિશય દુર્લભ અમૃતને પી તેને વમી નાખનારા અને બીજા સંયમરૂપ નિધિને પામી તેને ઉલ્લાસીત ચિત્તે છોડનારા. આ બન્ને પ્રકારના જીવો ખરેખર ભાગ્યહીન છે. ૧૫૪૭.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૬૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com