________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૯૧ * સમ્યગ્દષ્ટિને સર્વ પ્રકારના ભોગોમાં પ્રત્યક્ષ રોગની માફક ઉપેક્ષા હોય છે, કારણ કે તે સમ્યકત્વરૂપ અવસ્થાનો વિષયોમાં અવશ્ય ઉપેક્ષા થવી એવો સ્વત:સિદ્ધ સ્વભાવ છે. ૧૫૩૩.
(શ્રી રાજમલ્લજી, પંચધ્યાયી, ભાગ-૨, ગાથા-ર૬૧) * જબ યહું મરણકે સન્મુખ હોત હુઆ જીવ ઇસ શરીરકો છોડકર દૂસરેમેં જાતા હૈ તબ જિનેન્દ્રકથિત ધર્મકો છોડકર કોઈ દૂસરા રક્ષક નહીં. હૈ. ૧૫૩૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૬૫)
* * * * ચિદાનંદ! તમે ઇન્દ્રિયરૂપ પાંચ ચોરને પોષો છો, અને જાણો છો કે આ અમને સુખ આપે છે, (પણ) તે તો અંતરના ગુણરત્નને ચોરી લે છે, તેની તમને ખબર નથી. હવે તમે જ્ઞાનખડગ સંભાળો, ચોરોને એવા રોકો કે ફરી બળ ન પકડે. વિષયકષાય જીતી નિરીતિના રાહમાં આવો, અને તમે શિવપુરીને પહોંચી રાજ્ય કરો. તમે રાજા, દર્શન જ્ઞાન વજીર-રાજ્યના સ્થંભ, ગુણ એ વસ્તિ, અનંતશક્તિ રાજધાનીનો, વિલાસ કરો. અભેદ રાજ્ય રાજવું તમારું પદ છે. અચેતન, અપાવન, અસ્થિરથી શું સ્નેહ કરો છો? ૧૫૩૫.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૪૧)
* * *
* ચિત્તમાં પૂર્વના કરોડો ભવોમાં સંચિત થયેલી પાપકર્મરૂપી ધૂળના સંબંધથી પ્રગટ થતાં મિથ્યાત્વ આદિરૂપ મળને નષ્ટ કરનાર જે વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે તે જ વાસ્તવમાં સજ્જન પુરુષોનું સ્નાન છે. તેનાથી ભિન્ન જે જળકૃત સ્નાન છે તે પ્રાણી સમૂહને પીડાજનક હોવાથી પાપ ઉત્પન્ન કરનાર છે. તેનાથી ન તો ધર્મ સંભવે છે અને ન સ્વભાવથી અપવિત્ર શરીરની પવિત્રતા પણ સંભવે છે. ૧૫૩૬.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સ્નાનાષ્ટક, શ્લોક-૩) * રાગદ્વેષ યુક્ત ભાવોથી કરેલ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને બંધનનું કારણ થાય છે, ત્યારે તત્ત્વજ્ઞાન પૂર્વક કરેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને નિર્જરા તથા મોક્ષનું કારણ થાય છે. ૧૫૩૭.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૮૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com