________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬)
(પરમાગમ – ચિંતામણિ * હે વત્સ! થોડા કાળમાં જેનો ક્ષય થઇ જાય છે એવા ઘણાં અક્ષરોને તારે શું કરવા છે? મુનિ તો જ્યારે અનક્ષર (શબ્દાતીત-ઈન્દ્રિયાતીત) થાય છે ત્યારે મોક્ષને પામે છે. ૧૫૦૩.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૨૪) * ઇન્દ્રિયોના વિષયોમાં તૃષ્ણા રાખવાવાળાને ભીષણ અંતર્દાહ થતો જાવામાં આવે છે કારણ કે તે અંતર્રાહ વિના એ જીવોને વિષયોમાં રતિ કેવી રીતે થઈ શકે? ૧૫૦૪.
(શ્રી રાજમલ્લજી પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૨૫૫) * જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરકત છે. તપમાં લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે (અતિશય પ્રીતિવંત છે, ) ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય ? (અવશ્ય થાય જ.) ૧૫૦૫.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, (નિયમસાર-ટીકા, શ્લોક-૧૧૫ ) * ઇન્દ્રિયોને ભોગોસે હોનેવાલા સુખ સુખસા દીખતા હૈ, પરંતુ વહુ સચ્ચા સુખ નહીં હૈ. વહુ તો કર્મોકા વિશેષ બંધ કરાનેવાલા હૈ તથા દુઃખોંકે દેનેમેં એક પંડિત હૈ. અર્થાત્ મહાન દુઃખદાયક હૈ. ૧૫૭૬.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૭૭)
* * * * આત્મામાં લાગેલાં કર્મોના આવરણને યોગી એક ક્ષણ માત્રમાં ઉડાડી મૂકે છે, જેમ તીવ્ર ગતિથી ચાલનાર મહા બળવાન પવન સૂર્ય પર લાગેલા મેઘસમૂહને ક્ષણમાત્રમાં ભગાડી મૂકે છે તેમ. ૧૫૦૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, ચુલિકા અધિકાર, ગાથા-૯) * અંતરંગ જલ્પયુક્ત જે વિકલ્પજાળ છે તે આત્માના દુઃખનું મૂળ કારણ છે. વિકલ્પજાળનો નાશ થતાં હિતકારી પરમપદની પ્રાપ્તિ થાય છે-એમ પ્રતિપાદ કર્યું છે. ૧૫O૮.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૮૫) * હે જીવ! જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન આવે, જ્યાં સુધી રોગરૂપ અગ્નિ શરીરરૂપી તારી ઝૂંપડીને ન બાળે, જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધીમાં તારું આત્મહિત કરી લે. ૧૫૦૯.
(શ્રી કુંદકુંદ આચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૩ર )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com