________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨)
(પરમાગમ – ચિંતામણિ * જ્ઞાન દર્શનલક્ષણવાળો શાથત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે. ૯૦૨.
(શ્રીકુંદકુંદાચાર્ય, નિયમસાર, ગાથા-૧૦૨) * પં. બનારસીદાસજી કહે છે કે જેના અંતરંગમાં સમ્યગ્દર્શનની લહેરો ઉત્પન્ન થઈને મિથ્યાત્વ મોહનીય જનિત નિંદ્રાની અસાવધાની નષ્ટ થઈ ગઈ છે, જેમના હૃદયમાં જૈનમતની પદ્ધતિ પ્રગટ થઈ છે, જેમણે મિથ્યાભિમાનનો ત્યાગ કર્યો છે, જેમને છ દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ થઈ છે, જેમને અરહંત કથિત આગમનો ઉપદેશ શ્રવણગોચર થયો છે, જેમના હૃદયના ભંડારમાં જૈન ઋષિઓના વચનો પ્રવેશ કરી ગયા છે, જેમનો સંસાર નિકટ આવ્યો છે, તેઓ જ જિન-પ્રતિમાને જિનરાજ સમાન માને છે. ૯૦૩.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, ચૌદ ગુણસ્થાનાધિકાર, પદ-૩)
* * * * જેનું મનરૂપી જળ રાગાદિ વિભાગ પરિણામો વડે ચંચળ થતું નથી તે જ નિજાત્મતત્ત્વનો અનુભવ કરી શકે છે, તેનાથી વિપરીત આત્મા સ્વાનુભવ કરી શકતો નથી. જ્યારે સરોવરનું પાણી સ્થિર હોય છે ત્યારે તેની અંદર પડેલ રત્ન અત્યંત સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે મન રૂપી જળ સ્થિર થતાં આત્માનો સાક્ષાત્કાર થાય છે. ૯૦૪.
(શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૪૧) * તે સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રહરણકર્મના ઉદયથી તે વિષયોમાં રતિ થાય છે પણ એ રાગને ગૌણ કરતાં તે સર્વથા શુદ્ધ વીતરાગ અને અતીન્દ્રિય છે. ૯૦૫.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-ર૬૮) * જેમને વિષયોમાં રતિ છે, તેમને દુ:ખ સ્વાભાવિક જાણો; કારણ કે જે દુ:ખ (તેમનો) સ્વભાવ ન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય. ૯૦૬.
(શ્રી કુંદકુંદ આચાર્ય, પ્રવચનસાર, ગાથા-૬૪) * ધર્મ તો એ જ કે જ્યાં અધર્મનો અંશ નથી, સુખ તો એ જ છે કે જ્યાં દુઃખનો અંશ નથી, જ્ઞાન તો એ જ કહી શકાય છે જેમાં અજ્ઞાનની કણિકા નથી અને વાસ્તવ્ય ગતિ તો એ જ છે કે જ્યાંથી ફરી આગતિ (આવાગમન) નથી. ૯૦૭.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૪૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com