________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮)
(પરમાગમ – ચિંતામણિ * જિનેશ્વરનું વચન જ ઔષધ છે. આ ઔષધના સેવનથી ઇન્દ્રિય-સુખની ઇચ્છારૂપી મળ નીકળી જાય છે. આ જિનવચનરૂપી ઔષધ અમૃત સમાન છે, તેનાથી આત્મામાં સર્વાગ અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધાવસ્થા તથા મરણરૂપી વ્યાધિઓથી ઉત્પન્ન થયેલ વેદનાઓનો નાશ થાય છે તથા સર્વ દુઃખોનો આ જિનવચનરૂપી ઔષધ નાશ કરે છે. તેથી મુનિરાજ આ ઔષધનું સેવન કરે છે. ૧૦૪૪.
( શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, અનગાર ભાવના ગાથા-૭૬) * સભ્યત્વરહિત જીવને તો વિપ્ન પણ ઉત્સવ સમાન છે; અને મિથ્યાત્વસહિત જીવને પરમ ઉત્સવ હોય તોણ તે મહા વિપ્ન છે. ૧૦૪૫.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ- સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૮૫) * અનુપમ અને અહિતી એવી વાત છે કે નિત્ય-નિગોદવાસી અનાદિ મિથ્યાદષ્ટિ જીવો પણ ભરત ચક્રવર્તીના નવસો ગ્રેવીસ પુત્રો કર્મોની નિર્જરા કરવાથી ઇન્દ્રિગોપ થયા ને તેમના સમૂહ ઉપર ભરતના હાથીએ પગ મૂક્યો તેથી તે મરીને વર્ધનકુમાર વગેરે ભરતના પુત્રો થયા. તેઓ કોઇની સાથે બોલતાં ન હતાં. તેથી ભારતે સમવસરણમાં ભગવાનને પૂછયું ત્યારે ભગવાને તેમનું પૂર્વવૃત્તાંત કહ્યું, તે સાંભળીને તેમણે તપનું ગ્રહણ કર્યું અને બહુ થોડા સમયમાં મોક્ષ પામ્યા. ૧૦૪૬.
(શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ, દ્રવ્યસંગ્રહ, ગાથા-૩પની ટીકામાંથી)
* * * * લક્ષ્મીસહિત ચિંતામણિ, દિવ્ય નવનિધિ, કામધેનુ તથા કલ્પવૃક્ષ આ બધા ધર્મના અનાદિકાળથી સેવક છે તેમ હું માનું છું. ૧૦૪૭.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનર્ણવ, ધર્મભાવના, શ્લોક-૪) * હે મુને ! ને માતાકે ગર્ભમે રહકર જન્મ લેકર મરણ કિયા, વહ તેરે મરણસે અન્ય-અન્ય જન્મમેં અન્ય-અન્ય માતાકે રૂદનસે નયનોંકા નીર એકત્ર કરે તબ સમુદ્રકે જલસે ભી અતિશયકર અધિકગુણા હો જાવે અર્થાત્ અનંતગુણા હો જાવે. ૧૦૪૮.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૯ ) * પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં તથા અસંખ્યાત લોકપ્રમાણ તીવ્ર ભાવક્રોધાદિકોમાં સ્વભાવથી જ મનનું શિથિલ થવું તે પ્રશમ છે. ૧૦૪૯.
(શ્રી રાજમલ્મજી, પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક-૪૨૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com