________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬)
(પરમાગમ – ચિંતામણિ * જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થ કહેનાર છેતેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. ૧૧૪૫.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૪૬ )
* * * * હે જિનેન્દ્ર ! ચર્મમય નેત્રથી પણ આપનાં દર્શન થતાં જે મહાન હર્ષ ઉત્પન્ન થાય છે તે ત્રણલોકમાં સમાતો નથી તો પછી જ્ઞાનરૂપ નેત્રથી આપના દર્શન થતાં કેટલો આનંદ પ્રાપ્ત થાય તે અમે જાણતા નથી. ૧૧૪૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ઋષભસ્તોત્ર, શ્લોક-૩) * હું બહિરાત્મન્ ! તું ક્રોધ, માન, મોહ આદિ દુર્ભાવોને તો દંડતો નથી અર્થાત્ ક્રોધાદિ ભાવોનું દમન કરતો નથી અને વ્રત તથ્થરણ આદિ વડે માત્ર શરીરને જ દડે છે, પરંતુ તેનાથી તારા કર્મોનો નાશ કદાપિ નહિ થાય. કારણ કે સર્પના બીલને મારવાથી સર્પ મરતો નથી. ૧૧૪૭.
(શ્રી કુંદકુંદાચાર્ય, રયણસાર, ગાથા-૭૦) * સંસારની મનવાંછિત ભોગ-વિલાસની સામગ્રી અસ્થિર છે, તેઓ અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્થિર રહેતી નથી. એવી જ રીતે વિષય-અભિલાષાઓના ભાવ પણ અનિત્ય છે, ભોગ અને ભોગની ઈચ્છાઓ આ બંનેમાં એકતા નથી અને નાશવંત છે તેથી જ્ઞાનીઓને ભોગોની અભિલાષા જ ઉપજતી નથી. આવા ભ્રમપૂર્ણ કાર્યોને તો મૂર્ખાઓ જ ઇચ્છે છે, જ્ઞાનીઓ તો સદા સાવધાન રહે છે - પરપદાર્થોમાં સ્નેહ કરતાં નથી, તેથી, જ્ઞાનીઓને વાંછા રહિત જ કહ્યાં છે. ૧૧૪૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૩૩)
* * * * મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાદર્શનના કારણથી માને છે કે હું સુખી, હું દુઃખી, હું ગરીબ, હું રાજા, મારા રૂપિયા-પૈસા, મારું ઘર, ગાય, ભેંસ આદિ છે. વળી મારાં સંતાન, મારી સ્ત્રી, હું બળવાન, હું નિર્બળ હું કરૂપ, હું સુંદર, હું મૂર્ખ અને હું ચતુર છું. ૧૧૪૯.
(૫. દૌલતરામજી, છઢાળા, ઢાળ-૨, શ્લોક-૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com