________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪)
(પરમાગમ – ચિંતામણિ * જેમ વીજળીથી ભરેલા ઘરની દીવાલોમાં બારી-બારણા હોય ને તેમાંથી પ્રકાશનાં કિરણો બહાર ફેલાય, તેમ કરોડો સૂર્યો જેવો પ્રભાવને આત્મા આ શરીરમાં રહેલો છે, તેના કિરણોના ફેલાવ માટે આ પાંચ ઇન્દ્રિયોરૂપી બારી છે. ૧૩૪૨.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૭૩) * જાઓ! આ અનંતજ્ઞાનનો ધણી ભૂલી દુઃખી થાય છે. હાંસી થતાં માણસ શરમિંદો થાય છે, ફરીથી હાંસીનું કામ કરતો નથી. (પણ) આ જીવની અનાદિકાળથી જગતમાં હાંસી થઈ રહી છે. છતાં લાજ ધરતો નથી. ફરીફરી એની એ જ જૂઠી રીતને પકડે છે. જેની વાત કરતાં અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે તેને તો ગ્રહણ કરતો નથી અને પરવસ્તુની તરફ દેખતાં જ ચોરાશીનું બંદીખાનું છે તેને ઘણી રુચિ પૂર્વક સેવે છે. ૧૩૪૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૨૩) * જે કહેવા જેવું જ હતું તે અશેષપણે કહેવાયું છે, એટલાથી જ જો કોઇ અહીં ચેતે - સમજે તો. (બાકી તો, ) વાણીનો અતિ વિસ્તાર કરવામાં આવે તો પણ નિશ્ચેતનને (-અણસમજુને, જડ જેવાને) ખરેખર વ્યામોહની (–મોહની) જાળ અતિ દુસ્તર છે. ૧૩૪૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસાર-ટીકા, કળશ-૧૪) * પૂર્વકાલમેં હજારો પાપ કરકે સેંકડો જીવકો મારકર તિર્યંચ ભી ઇસ (નમસ્કાર) મહામંત્રકો શુદ્ધ ભાવોસે આરાધન કરકે, સ્વર્ગકો પ્રાપ્ત હુએ હૈં. ઉનકી કથા પુરાણોમેં પ્રસિદ્ધ હૈ. ૧૩૪૫.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ સર્ગ-૩૮, શ્લોક-૪૬ ) * જૈસે તુષોકે ચલાનેસે, ઉડાનેસે મનુષ્યકા કુછ દ્રવ્ય નહીં જાતા હૈ વૈસે હી તપસ્વી ઔર શીલવાન પુરુષ વિષયાંકો ખલકી તરહ ક્ષેપકે હૈ, દૂર ફેંક દેતે હૈં. ૧૩૪૬.
(શ્રી કુંદકુંદાચાર્ય, શીલપાહુડ – ગાથા-૨૪) * જે જીવના મનમાં અનર્થના કારણભૂત ક્રોધાદિ કષાયો કોઈ નિમિત્તને વશ થઈ ને ઉત્પન્ન થવા છતાં પણ જળમાં કરવામાં આવતી રેખા સમાન ટકતાં નથી તે શાંત સ્વભાવવાળો જીવ નિર્મળ સમ્યગ્દષ્ટિ હોય છે. ૧૩૪૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, ગાથા-૧૬ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com