________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ).
(પરમાગમ – ચિંતામણિ * જે ઇન્દ્રિયાદિનો વિજયી થઇને ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે છે, તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે ? ( તેને પ્રાણોનો સંબંધ થતો નથી.) ૧૪પર.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૧૫૧)
* * * * અમારા હૃદયમાં મહામોહજનિત ભ્રમ હતો, તેથી અમે જીવો પર દયા ન કરી. અમે પોતે પાપ કર્યા, બીજાઓને પાપનો ઉપદેશ આપ્યો અને કોઈને પાપ કરતાં જોયા તો તેનું સમર્થન કર્યું. મન, વચન કાયાની પ્રવૃત્તિના નિજત્વમાં મગ્ન થઇને કર્મબંધ કર્યા અને ભ્રમજાળમાં ભટકીને અમે પાપી કહેવાયાં. પરંતુ જ્ઞાનનો ઉદય થવાથી અમારી એવી અવસ્થા થઈ ગઈ, જેવી સૂર્યનો ઉદય થવાથી પ્રભાતની થાય છે. ૧૪૫૩.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સર્વવિશુદ્ધિ દ્વાર, પદ-૯૧)
*
*
*
* અહંતાદિકનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડ જ અહંતાદિક સ્તુતિયોગ્ય મહાન થયા છે. કારણ જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા – યોગ્ય થયા છે તથા રાગાદિકની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ-યોગ્ય થાય છે. હવે અહંત-સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાન-ભાવ સંભવે છે તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે માટે એ અહંતાદિક સ્તુતિયોગ્ય મહાન જાણવા. ૧૪૫૪.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૧ પાનું- ૫)
* * * * શરીરમેં જો આત્મબુદ્ધિ હૈ સો બંધુ ધન, ઇત્યાદિકી કલ્પના ઉત્પન્ન કરાતી હૈ, તથા ઈસ કલ્પનાસે હી જગત અપની સંપદા માનતા હુઆ ઠગા ગયા હૈ. શરીરમેં ઐસા જો ભાવ હૈ કિ- “યહ મેં આત્મા હી હૈં ઐસા ભાવ સંસારકી સ્થિતિકા બીજ હૈ, ઈસ કારણ બાહ્યમેં નષ્ટ હો ગયા હૈ ઇન્દ્રિયોંકા વિક્ષેપ જિસકે ઐસા પુરુષ ઉસ ભાવરૂપ સંસારકે બીજકો છોડકર અંતરંગમેં પ્રવેશ કરો, ઐસા ઉપદેશ હૈ. ૧૪૫૫.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૩ર, શ્લોક-૨૧-૨૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com