________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪)
(પરમાગમ – ચિંતામણિ * યહ આત્મા અપને હી દ્વારા અપને સંસારકો કરતા હૈ ઔર અપને દ્વારા આપ હી અપને લિયે મોક્ષ કરતા હૈ, ઇસ કારણ આપ હી અપને શત્રુ હૈ, ઔર આપ હી અપના ગુરુ હૈ, યહ પ્રકટતયા જાનો – પર તો બાહ્ય નિમિત્તમાત્ર હૈ. ૧૪૩૮.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૩૨, શ્લોક-૮૧) * ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામવા છતાં પણ મુનિરાજ ઔદાસીન્ય વૃત્તિએ શરીરનું પાલન કરીને ચિરકાલ પર્યત તપ કરે છે, એ માત્ર જ્ઞાનનો જ મહિમા છે. ૧૪૩૯.
( શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૧૬ ) * જ્ઞાન મુનષ્યાંકે લિયે કયા કયા નહીં કરતા? વહુ અજ્ઞાનરૂપી અંધકારકો દૂર કરતા હૈ, આત્મામે સ્વાનુભૂતિરૂપ પ્રકાશકો ઉદ્દભૂત કરતા હૈ, પરિણામોને શાંતિ લાતા હે, ક્રોધકા વિનાશ કરતા હૈ, ધર્મભાવકો વિસ્તારતા હૈ ઔર પાપોંકા વિનાશ કરતા હૈ. ૧૪૪૦.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૮૯) * કોઈ પ્રાણી વિષ ખાય તો તેની વેદનાથી તે એક જ જન્મમાં કષ્ટથી મરે છે, પરંતુ જે પ્રાણીઓએ ઇન્દ્રિયના ભોગરૂપી વિષનું પાન કર્યું છે તે પ્રાણીઓ આ સંસારવનમાં વારંવાર ભમ્યા કરે છે. વારંવાર કરે છે. ૧૪૪૧,
(શ્રી કુંદકુંદાચાર્ય, શીલપાહુડ, ગાથા–૨૨) * ઈસ લોકમેં આગસે જલનેવાલોંકી તો શાંતિ હો હી જાતી હૈ, પરંતુ જો કામવાસનાકી આગસે જલતે રહતે હૈં ઉનકી શાંતિ ભવ ભવમેં ભી નહીં હોતી. ૧૪૪૨.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૯૨ ) * દેવ, નર, નારકી અને તિર્યંચના શરીર જડ છે; તેમાં ચેતનનો અંશ પણ નથી. ભ્રમથી તેને શૃંગારે છે અને ખાન-પાન-અર્ક-રસાદિ લાવવારૂપ અનેક જતન કરે છે, જૂઠમાં જ આનંદ માની હરખાય છે. મરેલાંની સાથે જીવતાની સગાઇ કર્યું કાર્યને કેવી રીતે સુધારે ?
જેમ શ્વાન હાડને ચાવે અને તેથી પોતાના ગાલ, ગળું અને પેઢામાંથી લોહી ઉતરે તેને જાણે કે ભલો સ્વાદ છે. તેમ મૂઢ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે, પરફંદમાં સુખકંદ-સુખ માને છે, ૧૪૪૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૩૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com