________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨)
(પરમાગમ – ચિંતામણિ * અંતરંગમાં આત્માના વાસ્તવિક સ્વરૂપને જોઇને અને બાહ્યમાં શરીરાદિ પર ભાવોને જોઇને બન્નેના - આત્મા અને શરીરાદિકના ભેદવિજ્ઞાનથી તથા તેના અભ્યાસથી અશ્રુત એટલે મુક્ત થવાય. ૧૪૮૩.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૭૯) * જે (વસ્તુસ્વરૂપને) ન્યૂનતા રહિત, અધિકતા રહિત, વિપરીતતા વિનાવિપરીતતા રહિત અને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે, તેને ગણધરો યા શ્રુતકેવળીઓ સમ્યજ્ઞાન કહે છે. ૧૪૮૪.
(શ્રી સમતભદ્રસ્વામી, રતનકાંડ શ્રાવકાચાર, શ્લોક-૪૨ ) * જો એમ પૂછવામાં આવે કે દેવગતિ પામેલાં દેવેન્દ્રોને તો બહુ સુખ હોય છે તો પછી દેવગતિના બધા જીવોને દુ:ખ સહન કરનાર કેમ બતાવ્યા છે? તો એનું સમાધાન આ છે કે દેવેન્દ્રોને ઈન્દ્રિય-વિષયોથી ઉત્પન્ન જે સુખ થાય છે તે દાહ ઉત્પન્ન કરનારી તૃષ્ણા દેનાર છે, તેને વાસ્તવમાં દુ:ખ સમજવું જોઇએ. ૧૪૮૫.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, અધિ. ૩, ગાથા-૩૪ ) * નિશ્ચય અને વ્યવહાર-એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું “ચા” પદથી ચિન્હિત જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં જે પુરુષો રમે છે (-પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) તે પુરુષો પોતાની મેળે (અન્ય કારણ વિના ) મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને તુરત દેખે જ છે. ૧૪૮૬,
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૪) * ઈસલોકમેં પુણ્યહીન મનુષ્યને હાથમેં રખા પદાર્થ ભી નષ્ટ હો જાતા હૈ ઔર ભાગ્યશાલીકે દૂરસે આકર રત્ન હાથમેં આ જાતા હૈ. ૧૪૮૭
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૭૨ ) * ગુનાં ચરણયુગલ દ્વારા મુક્તિ-પદવી પ્રાપ્ત કરવા માટે જે નિર્ગથતા મને આપવામાં આવી છે તેના નિમિત્તે ઉત્પન્ન થયેલા આનંદના પ્રભાવથી મારું મન ઇન્દ્રિયવિષયજનિત સુખને દુઃખરૂપ જ માને છે. બરાબર છે – પ્રાપ્ત થયેલો ખોળ ત્યાં સુધી જ સ્વાદિષ્ટ લાગે છે જ્યાં સુધી અતિશય મીઠી તૃપ્ત કરનાર સફેદ સાકર પ્રાપ્ત થતી નથી. ૧૪૮૮.
(શ્રી પદ્મનંદિ આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, પરમાર્થ વિશિતિ, શ્લોક-૧૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com