________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૮૧
પરમાગમ – ચિંતામણિ)
* જેમ દુર્જન પ્રત્યે કરેલા ઉપકાર નકામાં જાય છે તેમ હે જીવ! તું આ શરીરને નવરાવીને તેલ મર્દન કર અને તેને સુમિષ્ટ આહાર દે - તે બધુંય નિરર્થક જવાનું છે અર્થાત્ આ શરીર તારા ઉપર કંઇ ઉપકાર કરવાનું નથી માટે તું એની મમતા છોડ. ૧૪૭૭.
(મુનિવર રામસિંહ, પાહુડદોડા, ગાથા-૧૮) * જેમાં (જે ખાડામાં) સંતાઈ રહેલા ક્રોધાદિ ભયંકર સર્પો દેખી શકાતા નથી એવો જે મિથ્યાત્વરૂપી ઘોર અંધકારવાળો માયારૂપી મહાન ખાડો તેનાથી ડરતાં રહેવું યોગ્ય છે. ૧૪૭૮.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૨૧) * આ જ્ઞાનરૂપી ધન એવું વિલક્ષણ છે કે જેને ચોર તો ચોરી શકતા નથી, ભાઈ – બંધુ ભાગ પડાવી શકતા નથી, મરણ પછી પુત્ર આદિ લઈ શકતા નથી, રાજા છીનવી શકતો નથી અને બીજા લોકો આંખો વડ દેખી શકતા નથી. ત્રણ લોકમાં આ જ્ઞાન પૂજ્ય છે. આ જ્ઞાનઘન જેની પાસે હોય તે લોકોને ધન્ય સમજવામાં આવે છે. ૧૪૭૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૮૬)
* * * * બુદ્ધિમાન લોગ અપને ઈચ્છારૂપી રોગોંકા શમન કરતે હૈં, ઉનસે છુટકારો અપની આત્માકો આત્મસ્વરૂપકી ઓર લગાતે હૈ, વહ હી પરમ તત્ત્વ હૈ. યહ બાત બ્રહ્મજ્ઞાની સંતોને કહી હૈ. ૧૪૮૦.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, ગાથા-૮૩) * (હે જિનેન્દ્ર!) દૈવયોગે હું સ્વર્ગમાં હોઉં, આ મનુષ્યલોકમાં હોઉં, વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષુદેવોના લોકમાં હોઉં, નાગેન્દ્રના નગરમાં હોઉં, નારકોના નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં (પરંતુ) મને કર્મનો ઉદ્દભવ ન હો, ફરી ફરીને આપના પદપંકજની ભક્તિ હો. ૧૪૮૧.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા શ્લોક-૨૮) * કદી વધી જવાથી અથવા કદી ઘટી જવાથી, અથવા કોઈ વેળા નહિ દેખાવાથી તે ઇન્દ્રિયજ્ઞાન મૃગીના રોગના વેગ સમાન મૂર્ણિત છે. ૧૪૮૨.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૮૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com