________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૨૭૯
પરમાગમ ચિંતામણિ )
* જેમ કોઇ નટ બળદનો સ્વાંગ લાવ્યો હોય અને પોતાનું સ્વરૂપ ભૂલી તે પૂછવા લાગે કે – ‘હૂં નરનો પર્યાય ક્યારે પામીશ ?' તે જૂઠ જ પૂછે છે. પોતે નર જ છે. ભૂલથી એ રીતે (ભ્રમણા) થઇ છે. તેમ ચિદાનંદ પોતે ભૂલ્યો છે, ૫૨માં પોતાને જાણ્યો છે, પોતાથી પોતાની ભૂલ મટે. સદા ઉપયોગ ધારક આનંદરૂપ આપ પોતે જ બન્યો છે. યત્ન (પુરુષાર્થ) વિના નિજનિહાળનું (પોતાના સ્વરૂપનું નિહાળવું) કાર્ય થતું નથી. નિજશ્રદ્ધા આવતાં જિન અવલોકન થાય છે. ૧૪૬૮.
1
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૮) * (નવ ૨સોના પા૨માર્થિક સ્થાનઃ-) આત્માને જ્ઞાનગુણથી વિભૂષિત કરવાનો વિચા૨ તે શ્રૃંગા૨૨સ છે, કર્મ-નિર્જરાને ઉધમ તે વી૨૨સ છે, પોતાના જ જેવા સર્વ જીવોને સમજવા તે કરુણા રસ છે. મનમાં આત્મ-અનુભવનો ઉત્સાહ તે હાસ્યરસ છે, આઠ કર્મોનો નાશ કરવો તે રૌદ્ર રસ છે. શરીરની અશુચિનો વિચાર કરવો તે બીભત્સરસ છે, જન્મ મરણ આદિનું દુઃખ ચિંતવવું તે ભયાનકરસ છે, આત્માની અનંત શક્તિનું ચિંતવન કરવું તે અદ્ભુતરસ છે, દઢ વૈરાગ્ય ધારણ કરવો તે શાંતરસ છે. જ્યારે હ્રદયમાં સભ્યજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ રીતે નવ રસનો વિલાસ પ્રકાશિત થાય છે. ૧૪૬૯.
(શ્રી બના૨સીદાસજી, નાટક સમયસાર, સર્વવિશુદ્ધિ દ્વાર, પદ-૧૩૫ )
***
* જો કોઈ કિસી મનુષ્યકો મર જાને કે બદલે મેં નગ૨; પર્વત તથા સુવર્ણ રત્ન ધન ધાન્યાદિકને ભરી હુઈ સમુદ્ર પર્યંતકી પૃથ્વીકા દાન કરે તો ભી અપને જીવનકો ત્યાગ કરનેમેં ઉસકી ઇચ્છા નહિ હોગી. ભાવાર્થ-મનુષ્યોંકો જીવન ઇતના પ્યારા હૈ કિ મરનેકે લિયે જો કોઈ સમસ્ત પૃથ્વીકા દાન દે તો ભી મરના નહિ ચાહતા. ઈસ કારણ એક જીવકો બચાનેમેં જો પુણ્ય હોતા હૈ વહુ સમસ્ત પૃથ્વીકે દાનસે ભી અધિક હોતા હૈ.
૧૪૭૦.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનર્ણવ, સર્ગ-૮, શ્લોક-૩૫ ) * આત્માને જ્ઞાન અને સુખરૂપે પરિણમવામાં ઇન્દ્રિયાદિ ૫૨ નિમિત્તોની જરૂર નથી. કારણ કે સ્વ-પરપ્રકાશપણું જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવું જ્ઞાન અને અનાકુળપણું જેનું લક્ષણ છે એવું સુખ આત્માનો સ્વભાવ જ છે. ૧૪૭૧.
(શ્રી પ્રવચનસાર, ગાથા-૧૯ નો ભાવાર્થ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com