________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૭૨ )
* નવ નિધિ, ચૌદ રત્ન, ઘોડા, મત્ત ઉત્તમ હાથીઓ, ચતુરંગિણી સેના આદિ સામગ્રીઓ પણ ચક્રવર્તીને શરણરૂપ નથી. તેનો અપાર વૈભવ તેને મૃત્યુથી બચાવી શકતો નથી.
(પરમાગમ – ચિંતામણિ
-
જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પોતાનો આત્મા જ પોતાની રક્ષા કરે છે. કર્મનો બંધ, ઉદય ને સત્તાથી ભિન્ન પોતાનો આત્મા જ આ સંસારમાં શરણરૂપ છે. કર્મોનો ક્ષય કરીને જન્મ-જરા-મ૨ણાદિના દુઃખોથી પોતાનો આત્મા જ પોતાને બચાવે છે. ૧૪૨૭.
(શ્રી કુંદકુંદાચાર્ય, બાર અનુપ્રેક્ષા ગાથા-૧૦-૧૧ )
***
* જે મનુષ્ય શોભાયમાન યૌવનની પવિત્ર શોભાથી સંપન્ન એવી સ્ત્રીઓનાં હૃદયમાં ચિરકાળ સુધી નિવાસ કરે છે તે સૌભાગ્યાદિ ગુણો અને આનંદના સ્થાનભૂત પુણ્યયુક્ત હોય છે. અર્થાત્ જેમને ઉત્તમ સ્ત્રીઓ ચાહે છે તે પુણ્યાત્મા પુરુષ છે. પરંતુ અત્યંતર નેત્રથી જ્ઞાનમય જ્યોતિને શરીરથી ભિન્ન દેખનાર જે સાધુઓના હૃદયમાં સ્ત્રીઓ ી પણ નિવાસ કરતી નથી તે પુણ્યશાળી મુનિઓને પૂર્વોકત (સ્ત્રીઓના હૃદયમાં રહેનાર) પુણ્યાત્મા પુરુષો પણ નમસ્કાર કરે છે. ૧૪૨૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, બ્રહ્મચર્ય રક્ષાવર્તિ, શ્લોક-૨૦)
* જિનકે પાસ બડી કઠિનતાસે પ્રાપ્ત કરને યોગ્ય ધન-શાસ્ત્રજ્ઞાન, ચારિત્ર વ શમભાવ હૈ વે હી માનવ ધનવાન કહે ગયે હૈં. બાકી માનવ ધનવાન હોકર ભી નિર્ધની હૈ. ૧૪૨૯.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૦૯ ) * આત્મા પોતાના આત્માની જ ઉપાસના કરી પરમાત્મા થઇ જાય છે; જેમ વાંસનું ઝાડ પોતાને પોતે જ મથીને – રગડીને અગ્નિરૂપ થઈ જાય છે તેમ. ૧૪૩૦.
(શ્રી પૂજ્યપાદ સ્વામી, સમાધિતંત્ર, ગાથા-૯૮ )
* ચિદાનંદ હંસ ૫૨મેશ્વર તમે જ છો, સ્થિર થઈ સંદેહ ત્યાગો. પોતાનો ચૈતન્યસ્વરૂપ અનુભવ, પરના અનાદિ જોગમાં પણ આત્મા જેવો ને તેવો છે, ૫૨માં અત્યંત ગુપ્ત થયો છે. તો પણ દેખવાનો સ્વભાવ ગયો નથી જ્ઞાનભાવ ગયો નથી.
૧૪૩૧.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું – ૮૨)
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com