________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦)
(પરમાગમ – ચિંતામણિ * રૂદ્ર (માદેવ) ના કંઠમાં કાળકૂટ વિષ રહે છે, તે વિષ મહાદેવજીને કાંઈ પણ અસર કરી શક્યું નહિ કાળફટને પચાવી શકે તેવા મહાદેવજી પણ સ્ત્રીઓની માયામાં ફસાઈ યોગક્ષેમ હારી ગયા તેથી નિશ્ચય થાય છે કે સ્ત્રી એ જ સર્વ વિષમ વિષોથી પણ ભયંકર વિષ છે. ૧૪૧૯.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૩૫ ) * આલોક અને પરલોક બન્ને લોકમાં ઉત્તમ ફળની દેવાવાળી સજ્જનોની સંગતિ પ્રાણીઓની વિષય – તૃષ્ણાને નષ્ટ કરે છે, ગર્વને શાંત કરે છે, સમ્યજ્ઞાનને પ્રગટ કરે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિપત્તિને હરે છે અને સંપત્તિને સંચિત કરે છે. અથવા જે સજ્જનની સંગતિ પ્રાણીઓના સમસ્ત દુ:ખોને નષ્ટ કરવામાં સમર્થ છે તે કયા નિર્દોષ ફળને ઉત્પન્ન નથી કરતી? અર્થાત સર્જનની સંગતિ બધા જ પ્રકારના ઉત્તમ ફળને ઉત્પન્ન કરે છે. ૧૪૨૦.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૬૦)
*
*
*
* અજ્ઞાનને લીધે મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી હરણો તેને પીવા દોડે છે; અજ્ઞાનને લીધે અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી લોકો (ભયથી) ભાગી જાય છે; અને (તેવી રીતે) અજ્ઞાનને લીધે આ જીવો પવનથી તરંગવાળા સમુદ્રની માફક વિકલ્પોના સમૂઠું કરતાં હોવાથી જો કે તેઓ શુદ્ધ જ્ઞાનમય છે તોપણ આકુળ બનતાં થકા પોતાની મેળે કર્તા થાય છે. ૧૪૨૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા-કળશ-૫૮)
* * * * જેમ રોગની પ્રતિક્રિયા કરતો કોઈ રોગી પુરુષ તે રોગ અવસ્થામાં રોગના પદને ઇચ્છતો નથી અર્થાત્ સરોગ અવસ્થાને ચાહતો નથી તો પછી બીજા વખત રોગ ઉત્પન્ન થવાથી ઇચ્છાના વિષયમાં તો કહેવું જ શું? અર્થાત્ ફરીથી રોગની ઉત્પતિને તો તે ઇચ્છવાનો જ નથી. એ જ પ્રમાણે જ્યારે:
* ભાવ કર્મોદ્વાર પીડિત થતો કર્મજન્ય ક્રિયાઓને કરવાવાળો જ્ઞાની કોઈપણ કર્મપદની ઇચ્છા કરતો નથી તો પછી તે ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે એમ કયા ન્યાયથી કહી શકાય ? ૧૪૨૨.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨ ગાથા-૨૭૧-૧૭૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com