________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮)
(પરમાગમ – ચિંતામણિ * સમસ્ત લોકનો સાર નિઃસાર છે એમ સમજીને તથા સંસાર અનંત અપાર છે એમ જાણીને લોકના અગ્ર શિખર ઉપર નિવાસ કરવો એ જ સુખકારક અને નિરુપદ્રવ છે. તેમ પ્રમાદ છોડીને ચિંતન કરો અર્થાત્ મોક્ષસ્થાન જ આ લોકમાં સાર તથા પૂર્ણ નિરુપમ સુખનું સ્થાન છે એમ સમજીને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઇએ. ૧૪૧૦.
( શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, લોકાનુપ્રેક્ષા, ગાથા-૨૮) * સદૈવ જીવો એમ કરો કે જેથી આત્મા આત્માનો દ્રોહી ન થાય. જિનાગમમાં કહ્યું છે કે પોતાના અવલોકનથી શુદ્ધ- ઉપયોગ થાય, પરનો વિયોગ થાય, સહજ ઓળખાય, ત્રણે લોકનો નાથ પોતે છે. વિખ્યાત નિજ અનુરાગ વડે વીતરાગભાવને ધારણ કરો; આ દાવ પામ્યા છો, ફરી આવો ઉપાય મળવાનો નથી, માટે જેનાથી ભવફંદ મટે એવો ભાવ ધારણ કરો ! તેથી માસ્થંભને મટાડી, માયાજાળને જલાવી, ક્રોધ-અગ્નિ બુઝાવી, લોભ-લહરીઓને મટાડી તથા વિષયભાવનાને ન ભાવી, આ ચિદાનંદ રાયપદને દેખો! પોતે પોતાને ગવેષો! પર વેદનની ઉચ્છેદના કરી, સહજભાવ ધારણ કરી, અંતર્વેદી થઈ અને આનંદધારાને નિહાળી નિશ્ચયરૂપ પરમાત્માને દેખો ! ૧૪૧૧.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૫૮)
* * *
* આત્મા સાક્ષાત્ પરમાત્મારૂપ છે, જ્ઞાનલક્ષણથી વિભૂષિત છે, તેની અગમ્ય અને નિત્ય ભૂમિમાં પરદ્રવ્યનો પ્રવેશ નથી. તેથી મારું ધન અનુપમ, સ્વયંસિદ્ધ, અપરંપાર અને અક્ષય છે, તેને ચોર કેવી રીતે લઈ શકે ? બીજાં મનુષ્યોને પહોચવાનું તેમાં સ્થાન જ નથી. જ્યારે આવું ચિંતવન કરવામાં આવે છે ત્યારે ચોર-ભય રહેતો નથી. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. ૧૪૧ર.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા, દ્વાર, પદ- ૫૫ ) * પ્રાણી સંસારરૂપ વનમેં પરિભ્રમણ કરતા હુઆ ઇન્દ્ર, ધરણેન્દ્ર, ઔર ચક્રવર્તીકી સબ સંપત્તિયાંકો તો સુખપૂર્વક પા લેતા હૈ, પરંતુ ઈસ પ્રકારસે વહુ સમસ્ત દુઃખકો નષ્ટ કરનેવાલે પવિત્ર સમ્યગ્દર્શનકો નહિ પ્રાપ્ત કર પાતા હૈ. ૧૪૧૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૫૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com