________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૬૨ )
(પરમાગમ ચિંતામણિ
* હે જીવ! જો ઈન સબસે મોક્ષ ઉત્તમ હી નહીં હોત તો શ્રી જિનેશ્વરદેવ ધર્મ અર્થ કામ ઈન તીનોંકો છોડકર મોક્ષમેં કર્યો જાતે ? ઈસલિયે જાતે હૈં કિ મોક્ષ સબસે ઉત્કૃષ્ટ હૈ. ૧૩૮૦.
(શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ. -૨ ગાથા-૪) * શ્રી સર્વજ્ઞદેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે કે જો એકવાર સ્વસંવેદન રસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની તરફ કદી પણ દૃષ્ટિ ન આપે. સ્વરૂપસમાધિ એ સંતોનું ચિન્હ છે, જે પ્રાપ્ત થવાથી રાગાદિ વિકાર થતા નથી, જેમ આકાશમાં ફૂલ ન હોય તેમ. ૧૩૮૧.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૩૮) * આ જીવ, રત્નત્રયરૂપ દિવ્ય નાવ વડે સંસારથી તરે છે – પાર પામે છે માટે આ જીવ જ રત્નત્રયથી યુક્ત થતો થકો ઉત્તમ તીર્થ છે. ૧૩૮૨.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૧૯૧)
***
* જે પુરુષ સ્વતંત્રતાથી વર્તનારા એક માત્ર પોતાના ચિત્તને જીતવા સમર્થ નથી તે મૂર્ખને ધ્યાનની ચર્ચા કરતાં શું લોકમાં લજ્જા પણ આવતી નથી? પોતાના ચિત્તને તો જીતી શકતો નથી અને લોકમાં ધ્યાનની ચર્ચાવાર્તા કરે કે હું ધ્યાન કરું છું તે મોટો નિર્લજ્જ છે. ૧૩૮૩.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ–૨૨, શ્લોક-૨૪)
* શરીરૂપી કાંચળીથી જેનું જ્ઞાનરૂપી શરીર ઢંકાયેલું છે તે બહિરાત્મા આત્માના યથાર્થ સ્વરૂપને જાણતો નથી; તેથી બહુ લાંબા કાળ સુધી સંસારમાં તે ભમે છે. ૧૩૮૪.
(શ્રી પૂજ્યપાદ સ્વામી, સમધિતંત્ર, ગાથા-૬૮ )
* આશારૂપ ખાણ નિધિઓથી પણ અતિશય અગાધ છે. વળી એ એટલે બધી ગહન અને વિશાળ છે કે જે ત્રૈલોકની સમસ્ત વિભૂતિથી પણ ભરાવી અસંભવ છે. માત્ર એક આત્મગૌરવ આત્મમહત્તારૂપ ધન વડે સહજમાં તે ભરાય છે કે જે હજારો પ્રકારની તૃષ્ણારૂપ દુઃખદ વ્યાકુળતાને શમાવવામાં એક અદ્વિતીય અમોઘ ઔષધ છે.
૧૩૮૫.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૫૬ )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com