________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(ર૬૫ * જૈનધર્મમાં પ્રતિજ્ઞા ન લેવા બદલ દંડ તો છે નહિ, જૈનધર્મમાં તો એવો ઉપદેશ છે કે પહેલાં તત્ત્વજ્ઞાની થાય, પછી જેનો ત્યાગ કરે તેના દોષ ઓળખે, ત્યાગ કરવાથી જે ગુણ થાય તેને જાણે અને પોતાના પરિણામોનો વિચાર કરે, વર્તમાન પરિણામોના જ ભરોસે પ્રતિજ્ઞા ન કરી બેસે પરંતુ ભવિષ્યમાં તેનો નિર્વાહ થતો જાણે તો પ્રતિજ્ઞા કરે. વળી શરીરની શક્તિ વા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકનો વિચાર કરે. આ પ્રમાણે વિચાર કર્યા પછી પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે; તે પણ એવી પ્રતિજ્ઞા કરવી કે જે પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ ન થાય પણ ચઢતાભાવ રહે, એવી જૈનધર્મની આમ્નાય છે. ૧૬૯૭.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગપ્રકાશક, અધિકાર-૭, પાનું – ૨૪૩)
* * * * જિસકે પ્રતાપસે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવલ પાંચો હી જ્ઞાનોંકી સિદ્ધિ હો સકે, મિથ્યાજ્ઞાન વ મિથ્યાત્વભાવ નાશકો પ્રાપ્ત હો જાવે ઐસે સરલ શુદ્ધ માર્ગ પર ચલના ઇર્યાપથ ગમન યા ઇર્યાસમિતિ કહલાતા હૈ. જહાં આત્માકો પરમાત્મરૂપ જાનકે સ્વાનુભવ કિયા જાતા હૈ. યહી સ્વાનુભવ હી ઇર્યાસમિતિ હૈ. ૧૩૯૮.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૬૧૯ )
* * *
* જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છે તેમ જે જીવ જ્ઞાનને લીધે વિવેકવાળો (ભેદજ્ઞાનવાળો) હોવાથી પરના અને પોતાના વિશેષને જાણે છે તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ ) અચળ ચૈતન્યધાતુમાં સદા આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો) માત્ર જાણે જ છે, કાંઈ ણ કરતો નથી (અર્થાત જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી). ૧૩૯૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૫૯)
* * *
* હે સ્વામી! મને કોઈ એવો અપૂર્વ ઉપદેશ આપો કે જેથી મિથ્થાબુદ્ધિ તડાક કરતી તૂટી જાય, ને મન પણ અસ્તગત થઇ જાય. બીજા કોઇ દેવોનું મને શું કામ છે? ૧૪OO.
(મુનિવર રામસિંહ પાહુડ દોહા, ગાથા-૧૮૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com