________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮)
(પરમાગમ – ચિંતામણિ * એક જ ભાવની તેનાથી ઉત્કૃષ્ટભાવની અપેક્ષાએ કોઇ ઠેકાણે નિંદા કરી હોય તથા કોઈ ઠેકાણે તેનાથી હીનભાવની અપેક્ષાએ પ્રસંશા કરી હોય ત્યાં વિરોધ ન સમજવો, જેમ કે કોઇ શુભક્રિયાની જ્યાં નિંદા કરી હોય ત્યાં તો તેનાથી ઉચ્ચ શુભક્રિયા વા શુદ્ધભાવની અપેક્ષા છે એમ સમજવું, તથા જ્યાં પ્રસંશા કરી હોય ત્યાં તેનાથી નીચી ક્રિયા વા અશુભક્રિયાની અપેક્ષા સમજવી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું. ૧૩૬૨.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૮, પાનું –૨૯૭)
* * *
* જૈસે રેશમના કીડા અપને હી મુખસે તારોકો નિકાલકર અપનકો હી ઉસમેં આચ્છાદિત કર લેતા હૈ, ઉસી પ્રકાર હિતાહિતમે વિચારશૂન્ય હેકર યહ ગૃહસ્થજન ભી અનેક પ્રકારને આરંભોને પાપ-ઉપાર્જન કરકે અપનેકો શીધ્ર હી પવાલમેં ફસા લેતે હૈં. ૧૩૬૩.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૪ શ્લોક-૧૪) * પોતાનો સહજ આસ્વાદી થઇ પરપ્રેમ મટાડી ચેતનાપ્રકાશના વિલાસરૂપ અતીન્દ્રિયભોગ ભોગવ! શું જૂઠા જ સુના જડમાં સ્વપણું માને છે! તથા પરને કહે છે કે “આ અમને દુઃખ આપે છે... પણ તેમાં દુ:ખ દેવાની શક્તિ નથી. બીજાના માથે જૂઠું આળ દે છે પણ તારી હરામજાદીને દેખતો નથી ! અચેતનને નચાવતો ફરે છે લાજ પણ આવતી નથી. મડદાથી સગાઈ કરી, હવે અમે તેની સાથે વિવાહૂ કરી સંબંધ કરીશું તો એવી વાત લોકમાં પણ નિંધ છે. તમે તો અનંત- જ્ઞાનના ધારક ચિદાનંદ છો. જડની સાથે સ્વપણું માનવાની અનાદિની જૂઠી વિટંબણા મટાડો ! ૧૩૬૪.
(દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૬૬)
* * * * કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત સુખસ્વરૂપ જે તે ઉત્કૃષ્ટ તેજ છે તેને જાણતાં બીજાં શું ન જણાયું? તેને દેખી લેતાં બીજું શું ન દેખવામાં આવ્યું? અને તેને સાંભળતાં બીજું શું ન સાંભળવામાં આવ્યું? અર્થાત્ એક માત્ર તેને જાણી લેતાં બધું જ જણાઇ ગયું છે, તેને દેખી લેતાં બધુ દેખવામાં આવી ગયું છે અને તેને સાંભળી લેતાં બધું જ સાંભળી લીધું છે. ૧૩૬પ.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વ સપ્તતિ, શ્લોક-૨૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com