________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૫૭
પરમાગમ – ચિંતામણિ)
* પ્રશમભાવયુક્ત સમ્યગ્દષ્ટિને દૈવયોગથી અનિચ્છાપૂર્વક આરંભાદિ ક્રિયા હોય છે પણ ખરી, તોપણ આત્યંતરશુદ્ધિની પ્રસિદ્ધિ હોવાથી તે ક્રિયા તેને એ પ્રશમગુણમાં બાધા પહોંચાડવા માટે હેતુ (નિમિત્ત) નથી. ૧૩પ૬.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૪૨૯) * છ ખંડકા સ્વામી ચક્રવર્તી સમ્રાટ ભી ઇસ પૃથ્વીકો ઔર સર્વ ભોગ્ય પદાર્થોકો તૃણ કે સમાન નિઃસાર જાનકર છોડ દેતા હૈ. ઔર નિગ્રંથ દિગંબર મુનિકી દીક્ષા ધારણ કરી લેતા હૈ. ૧૩૫૭.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૩૬) * શાંત અને બરફ સમાન શીતળ જ આત્મજ્યોતિ સંસાર-રૂપી ભયાનક તાપથી નિરંતર સંતાપ પામેલાં પ્રાણીને યંત્રધારાગૃહ ( ફુવારાઓ સહિતનું ઘર) સમાન આનંદદાયક છે. ૧૩૫૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી પંચવિંશતિ, એકતવ સપ્તતિ, શ્લોક-૪૭) * હું પ્રાણી! એ અશુચિ શરીરથી મમત્વ કરી તું અત્યંત દુખી થઇ રહ્યો છે, હાય ! ઠગાઈ રહ્યો છે, નષ્ટ થઈ રહ્યો છે. પરાધીનતાજન્ય અપાર ભયંકર દુ:ખને અનુભવી રહ્યો છે. પણ હવે તો તેને અનંત દુઃખની ખાણ અને મહા અપવિત્ર સમજ તો જ તારું જ્ઞાન સત્ય જ્ઞાન કહેવાશે. તથા તે પ્રત્યેનું અનાદિ મમત્વ છોડવું એ જ વાસ્તવિક મહાન સાહસ છે. ૧૩૫૯.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૦૩) * જે સમ્યજ્ઞાન અગ્નિની માફક કર્મરૂપી વનને બાળે છે, માતાની માફક દુઃખથી રક્ષા કરે છે, ગુરુની માફક સત્ય નીતિને બતાવે છે, સ્વામીની માફક પોષણ કરે છે, તત્ત્વ-અતત્ત્વને પ્રગટ કરવામાં ચતુર છે, તે સ્પષ્ટ, પવિત્ર તથા નિર્મલ સમ્યજ્ઞાનને મનુષ્ય જ્ઞાનદાન દ્વારા પ્રાપ્ત કરે છે. ૧૩૬O.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૯૪ ) * મેં જવાન હૂં, બુઢ્ઢા હૂં, રૂપવાન હું, શૂરવીર હૂં, પંડિત હું, સબમેં શ્રેષ્ઠ હું, દિગંબર હું, બૌદ્ધમતકા આચાર્ય હૂં ઔર મેં શ્વેતાંબર હું ઇત્યાદિ સબ શરીર, ભેદકો મૂર્ખ અપને માનતા હૈ. યે ભેદ જીવકે નહીં હૈ. ૧૩૬૧.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ. અધિ-૧, ગાથા-૮૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com