________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૪૩ * તારો આત્મા જ્ઞાનમય છે, તેના ભાવને જ્યાં સુધી નથી દેખ્યો ત્યાં સુધી ચિત્ત બિચારું દગ્ધ અને સંકલ્પ-વિકલ્પ સહિત અજ્ઞાનરૂપ વર્તે છે. ૧૨૮૧.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-પ૬ ) * જીવોકે મનરૂપી દૈત્યકા પ્રભાવ દુર્વિચિંત્ય હૈ કિસીકે ચિંતવનમેં નહિ આ સકતા. કયોંકિ યહ અપની ચંચલતાપ્રભાવસે દશ દિશાઓમે દૈત્યોકે સમૂહમ્, ઇન્દ્રને પૂરોમેં, આકાશમેં તથા દ્વીપસમૂદ્રામે વિદ્યાધર મનુષ્ય દેવ ધરણીન્દ્રાદિકે નિવાસસ્થાનોમેં તથા વાતવલયો સહિત તીન લોકરૂપી ઘરમેં સર્વત્ર આધે ક્ષણમેં હી ભ્રમણ કર આતા હૈ. ઇસકા રોકના અતિશય કઠિન હૈ. જે યોગીશ્વર ઇસે રોકતે હૈં વે ધન્ય હૈં. ૧૨૮૨.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૨, શ્લોક-૩૪)
* * *
* જ્યારે શરીર કોઈ અસાધ્ય રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી અસમર્થ થઇ જાય છે, દેવ-મનુષ્યાદિકૃત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે, કોઈ મહાદુષ્કાળથી ધાન્યાદિ ભોજન પદાર્થો દુષ્માપ્ય થઈ જાય અથવા ધર્મનો નાશ કરવાવાળા કોઈ વિશેષ કારણ આવી મળે ત્યારે પોતાના શરીરને પાકી ગયેલા પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન આપોઆપ વિનાશસન્મુખ જાણી, સંન્યાસ ધારણ કરે. ૧૨૮૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, શ્લોક-૧૭૮)
* * * * બંધન સમાન કોઈ દુઃખ નથી અને છૂટવા સમાન કોઈ સુખ નથી. બંધનથી બંધાયેલ પશુ પણ છૂટવા ઈચ્છે છે અને જ્યારે તે છૂટે છે ત્યારે સુખી થાય છે. આ સામાન્ય બંધનના અભાવથી પણ પશુ સુખી થાય છે તો કર્મ – બંધનના અભાવથી જ્ઞાનીજન પરમ સુખી થાય તેમાં શું આશ્ચર્ય છે ! ૧૨૮૪.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મ-પ્રકાશ, અધિ. -૨, ગાથા-૫) * આચાર્યદવ કહે છે કે હે ભવ્ય જીવો ! જો તમે જિનમતને પ્રવર્તાતવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બંને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઇ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે. ૧૨૮૫.
(શ્રી સમયસાર, ગાથા-૧૨ નો ઉદ્ભૂત શ્લોક)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com