________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮)
(પરમાગમ – ચિંતામણિ * પોતાની ઉપર કોઇ આપત્તિ આવી પડતાં મનુષ્ય જેવી રીતે દુઃખી થાય છે તેવી જ રીતે બીજાની ઉપર આવી પડેલી આપત્તિને પોતાની આપત્તિ સમજીને દુઃખનો અનુભવ કરવો તે દયાળુતા છે. ૧૩૦૭.
( શ્રી વાદીભસિંહ આચાર્યસૂરિ, ક્ષત્રચૂડામણિ, સર્ગ-૪ શ્લોક-૬) * કામકા નહીં સેવના કામભાવકી શાંતિકા બડા ઉપાય કહા ગયા છે. કોંકિ કામસેવનસે કામભાવકી લગાતાર બઢતી હોતી જાતી હૈ, પરંતુ કભી ભી ઉસકી શાતિ નહીં હોતી હૈ. ૧૦૩૮.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૧૪) * ઘોર સંસાર મહાર્ણવનું આ (પરમ તત્ત્વ) દેદીપ્યમાન નાવ છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્ત્વને તત્ત્વતઃ (-પારમાર્થિક રીતે) ભાવું છું. ૧૦૩૯.
(શ્રી પદ્મપ્રભમલધારદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૪૪) * ઇન્દ્રિયોનો ઉપવાસ અર્થાત્ તેને વિષયોમાં ન જવા દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનિન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિયપુરુષને આહાર કરતો છતાં પણ ઉપવાસસહિત જ કહ્યો છે. ૧૩૧૦.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૩૭) * પોતાના આત્માના જ્ઞાન, ધ્યાન તથા અધ્યયનથી ઉત્પન્ન થવાવાળું સુખ અમૃત સમાન છે. આત્માથી ઉત્પન્ન થવાવાળું આ જ્ઞાન ધ્યાનરૂપી સુખામૃત એક અપૂર્વ રસાયણ સમાન છે. આ આતમજન્મ સુખામૃતરૂપી રસાયણને છોડીને, જે જીવ ઇન્દ્રિયજન્ય સુખોમાં લીન રહે છે તે બહિરાત્મા છે. ૧૩૧૧.
(શ્રી કુંદકુંદાચાર્ય, રયણસાર, ગાથા-૧૩૨) * જેમ કોઈ બળવાન પુરુષ જંગલમાં જઇને મધપૂડો તોડે છે તો તેને ઘણી મધમાખીઓ ચોટી જાય છે. પણ તેણે કામળો ઓઢેલો હોવાથી તેને તેમના ડંખ લાગી શકતાં નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવ ઉદયની ઉપાધિ રહેવા છતાં પણ મોક્ષમાગને સાધે છે, તેમને જ્ઞાનનું સ્વાભાવિક બખ્તર પ્રાપ્ત છે, તેથી આનંદમાં રહે છે - ઉપાધિજનિત આકુળતા વ્યાપતી નથી, સમાધિનું કામ આપે છે. ૧૩૧૨.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૩૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com