________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬)
(પરમાગમ – ચિંતામણિ * આનંદમયી દષ્ટિકા રહના હી જ્ઞાનપ્રકાશમેં રમણ કરના હૈ. ઉસ આત્માનંદકે ભોગસે આકુલતા યા દુઃખકે છિદ્ર વિલા જાતે હૈં. અર્થાત્ આત્માનંદમેં મગન હોનેસે સર્વ સાંસારિક દુઃખ ક્ષય હો જાતે હૈં. વહુ આત્માનંદ બડી બલવાન શક્તિ હૈ, ઉસ બલકે સમાન કોઇ બલ નહીં હૈ, જબ આત્માનંદમેં મગ્ન હુઆ જાતા હૈ તબ હી ધ્યાનકી અગ્નિ જલતી હૈ જો કર્મો કે બંધનકો જલા દેતી હૈ. ૧૨૯૮.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું-૧૭)
*
*
*
* શુદ્ધ આત્માના ચિંતનમાં જે મુમુક્ષુજનો તત્પર રહે છે તે ત્રણ લોકમાં પ્રશંસાપાત્ર છે. આત્મચિંતનમાં તલ્લીન મનુષ્ય કદાપિ કાળો હોય, કર્ણહીન હોય, કદ્રુપો હોય અથવા નકટો, ખંધો, કર્કશવાણી વાળો, ઠીંગણો, પાંગળો, સૂંઠો, નેત્રહીન, મૂંગો, લંગડો, નિર્ધન, અભણ, બહેરો કોઢ વગેરે રોગ યુક્ત હોય તો પણ નિર્મળ જ્ઞાનવાળા જ્ઞાનીજનો તેના શરીર તરફ ન જોતાં તેના અદ્દભૂત અનુપમ આત્મચિંતનરૂપ પુરુષાર્થ તરફ દૃષ્ટિ દેતાં તેને જ પ્રશંસાપાત્ર ગણે છે બીજો મનુષ્ય સર્વાગે સુંદર રૂપવાળો, મધુર વાણીવાળો, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસી, ધનવાન કે નિરોગી હોય છતાં તે જ ચિતૂપચિંતનથી રહિત છે તો તેને કોઈ જ્ઞાની કદી પ્રશંસાપાત્ર ગણતા નથી. ૧૨૯૯.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૨, ગાથા-૧૧)
* * * * હે મૂઢ પ્રાણી ! અનેક પ્રકારની અસત્ય કળા, ચતુરાઇ, શૃંગાર આદિ ખોટી વિદ્યાઓના કૌતૂહલથી પોતાના આત્માને ઠગ નહિ, પણ તારે કરવા યોગ્ય જે કંઇ હિતકર કાર્ય છે તેને કર. જગતની આ સમસ્ત કળાઓનું જ્ઞાન વિનાશક છે. શું તું આ વાત નથી જાણતો? ૧૩OO.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨, શ્લોક-૩) * જેવી રીતે રત્ન-પરીક્ષક ઠગાવાના ભયથી પરીક્ષા કરીને રત્નને ગ્રહણ કરે છે, તેવી જ રીતે બુદ્ધિમાન જીવો પરીક્ષા કરીને ધર્મને પ્રયત્નથી ગ્રહણ કરે છે.
* કુળ – પરંપરાથી ચાલ્યું આવતું દારિદ્ર તથા કુષ્ટ-રોગો આદિની માફક કુળ - પરંપરાથી ચાલ્યો આવતો અધર્મ પણ છોડવો જોઇએ. ૧૩૦૧.
(શ્રી નરેન્દ્રસેન આચાર્ય, સિદ્ધાંતસાર-સંગ્રહ, અધ્યાય-૧, ગાથા-૧૬-૨૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com