________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૩૪)
(૫૨માગમ – ચિંતામણિ
* જો મનુષ્યની પાસે ત્રણે લોકને વશીભૂત કરવા માટે અદ્વિતીય વશીકરણમંત્ર સમાન દાન અને વ્રત આદિથી ઉત્પન્ન થયેલ ધર્મ વિધમાન હોય તો એવા કયા ગુણ છે જે તેના વશ ન થઇ શકે? તે કયું સુખ છે જે તેને પ્રાપ્ત ન થઈ શકે? અને એવી કઈ વિભૂતિ છે જે તેને આધીન ન થતી હોય? અર્થાત્ ધર્માત્મા મનુષ્યને સર્વ પ્રકારના ગુણ, ઉત્તમ સુખ અને અનુપમ વિભૂતિ પણ સ્વયમેય પ્રાપ્ત થઈ જાય છે. ૧૨૩૩. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, દાન અધિકાર, શ્લોક-૧૯ ) * જે ગૃહસ્થ, મુનિ, શુદ્ધ ચિત્તૂપનાં લક્ષણને જાણતાં નથી તેને પંચનમસ્કાર આદિ સ્મરણ શ્રેષ્ઠ છે. ૧૨૩૪.
* સૂક્ષ્માદિ પદાર્થો પરોક્ષ કોઇ માહાત્મ્ય છે કે જેથી તેમને આ
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધિ. ૧૩, ગાથા- ૧૨) હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિઓના સમ્યક્ત્વનું એવું જગતનું આસ્તિકય-પૂર્વક જ્ઞાન હોય છે. ૧૨૩૫.
( શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક- ૪૮૭)
***
* તપ, શ્રુત (શાસ્ત્રકા જ્ઞાન), યમ (મહાવ્રત ) જ્ઞાન (બહુત જાનના ), ધ્યાન ઔર દાન કરના તથા સત્યશીલ વ્રતાદિક જિતને ઉત્તમ કાર્ય હૈ ઉન સબકી માતા એક અહિંસા હી હૈ. અહિંસાવ્રતર્ક પાલન વિના ઉપર્યુક્ત ગુણોમેં સે એક ભી નહિ હોતા. ઇસ કા૨ણ અહિંસા હી સમસ્ત ધર્મ કાર્યોંકી ઉત્પન્ન કરનેવાલી માતા હૈ. ૧૨૩૬.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૮, શ્લોક–૪૨ )
* જિનવાણીરૂપ સૂત્રનું ઉલ્લંઘન કરીને ઉપદેશ દેનાર પુરુષ ભલે ક્ષમાદિક ઘણા ગુણ તથા વ્યાકરણાદિ વિદ્યાઓનું સ્થાન હોય તો પણ તે છોડવાયોગ્ય છે. જેમ લોકમાં વિષધર સર્પ શ્રેષ્ઠ મણિ સહિત હોય તો પણ વિઘ્નકારી છે તેથી છોડવાયોગ્ય છે. ૧૨૩૭.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંતરત્નમાળા ગાથા-૧૮) મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ ગાથા ઉદ્ધત કરી છે, પાનું- ૧૬)
* મા મોહરૂપી અંધકાર સમૂહને જે લીલામાત્રમાં નષ્ટ કરે છે અને જગતના સ્વરૂપને પ્રકાશે છે એવું અનેકાંતમય તેજ સદા જયવંત વર્તે છે. ૧૨૩૮.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, કળશ-૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com