________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦)
(પરમાગમ – ચિંતામણિ * અંગે ઉપર લાગેલી ધૂળ એ જેને મન આભૂષણ છે, શિલાતલ એ જ જેને મન સુંદર આસન છે, રજ અને કંકરયુક્ત પૃથ્વી જેને મન સુખદ શૈયા છે, સિંહાદિ ક્રૂર પ્રાણીઓ જ્યાં નિવાસ કરે છે, એવા દુર્ગમ્ય ગિરિ ગુફા આદિ સ્થાન જેને મન ગૃહ છે, “આ દેહુ મારો અને હું આ દેહનો” એવા મિથ્યા વિકલ્પથી રહિત નિર્મળ છે બુદ્ધિ જેની તથા તૂટી ગઈ છે અનાદિ અજ્ઞાનરૂપ ગાંઠ જેની – એવા વિજ્ઞાનઘન મોક્ષના પરમ પાત્ર નિઃસ્પૃહસતપુરુષો અમારા અંતઃકરણને પવિત્ર કરો. ૧૨૬૬.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૫૯ ) * જો સુખ વીતરાગ મુનિકે પ્રશમરૂપ વિશુદ્ધતાપૂર્વક હૈ ઉસકા અનંતવા ભાગ ભી ઇન્દ્રકો પ્રાપ્ત નહિ હૈ. ૧૨૬૭.
( શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૧, શ્લોક-૩) * દાવાનળથી સળગતાં વનમાં શીધ્ર ગમન કરનાર અંધ મનુષ્ય મરી જાય છે, તેવી જ રીતે બંને પગ વિનાનો લંગડો માણસ દાવાનળને જોતો હોવા છતાં પણ ચાલવામાં અસમર્થ હોવાથી બળીને મરી જાય છે. અગ્નિનો વિશ્વાસ ન કરનાર મનુષ્ય નેત્ર અને પગ સંયુક્ત હોવા છતાં પણ ઉકત દાવાનળમાં ભસ્મ થઈ જાય છે. તેથી જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણેની એકતાને પ્રાપ્ત થતાં જ તેમનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે; એમ નક્ક સમજવું જોઇએ. ૧૨૬૮
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદીપંચવિંશતિ, અધિ-૧, શ્લોક-૭૫)
* * * * જ્ઞાનનો પિંડ આત્મા જ અમારો લોક છે, જેમાં મોક્ષનું સુખ મળે છે. જેમાં દોષ અને દુઃખ છે એવા સ્વર્ગાદિ અન્ય લોક મારા નથી! નથી! નથી! સુગતિ આપનાર પુણ્ય ને દુઃખદાયક દુર્ગતિનું પદ આપનાર પાપ છે, તે બંનેય નાશવંત છે અને હું અવિનાશી છું- મોક્ષપુરીનો બાદશાહુ છું. એવો વિચાર કરવાથી પરલોકનો ભય સતાવતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. ૧૨૬૯.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૧૧) * જેમ લોઢાનો સંગ કરવાથી અગ્નિ પણ મોટામોટા ઘણ વડે પિટાય છે, તેમ દુષ્ટજનોના સંગથી ભલા પુરુષોનાં ગુણો પણ નષ્ટ થઈ જાય છે. ૧૨૭).
(મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૪૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com