________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬)
(પરમાગમ – ચિંતામણિ * જૈસે પરદેશમેં સ્થિત કોઇ રામાદિક પુરુષ અપની પ્યારી સીતા આદી સ્ત્રીકે પાસસે આયે હુએ કિસી મનુષ્યસે બાત કરતા હૈ–ઉસકા સન્માન કરતા હૈ ઔર દાન કરતા હૈ, યે સબ કારણ અપની પ્રિયાંકે હૈ, કુછ ઉસકે પ્રસાદને કારણે નહીં હૈ. ઉસી તરહું ભરત, સગર, રામ, પાંડવાદિ મહાન પુરુષ વીતરાગ પરમાનંદ એકરૂપ મોક્ષલક્ષ્મી, સુખ અમૃતરસકે પ્યાસે હુએ સંસારની સ્થિતિને છેદનેકે લિયે વિષયકષાયકર ઉત્પન્ન હુએ આર્તરૌદ્ર ખોટે ધ્યાનકે નાશક કારણ શ્રી પંચપરમેષ્ઠીકે ગુણકા સ્મરણ કરતે હૈં ઔર દાન-પૂજાદિક કરતે હૈં, પરંતુ ઉનકી દષ્ટિ કેવલ નિજપરિણતિ પર હૈ, પરવસ્તુ પર નહીં હૈ. પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ શુભક્રિયાકો પરિણત હુએ ભરત આદિક હૈં, ઉનકે વિના ચાહે પુણ્યપ્રકૃતિકા આસ્રવ હોતા હૈ, જૈસે કિસાનકી દૃષ્ટિ અન્ન પર છે, તૃણ ભૂસાદિ પર નહીં હૈ. વિના ચાહા પુણકા બંધ સહજમેં હી હો જાતા હૈ. વહુ ઉનકો સંસારમેં નહીં ભટકા સકતા હૈ. વે તો શિવપુરીકે હી પાત્ર હૈ. ૧૧૯૫.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, ગાથા-૬૧)
* * * * જે વિનય રહિત છે તેનો આગમ-અભ્યાસ વ્યર્થ છે. વિનય શાસ્ત્રઅભ્યાસનું ફળ છે. પુણ્યોદયજન્ય સાંસારિક સુખ તથા મોક્ષસુખ વિનયનું જ ફળ છે અથવા ગર્ભકલ્યાણ, જમકલ્યાણ, દીક્ષાકલ્યાણ, કેવળકલ્યાણ અને મોક્ષકલ્યાણ-એવા પાંચ કલ્યાણ જીવને વિનયથી જ પ્રાપ્ત થાય છે. ૧૧૯૬.
(શ્રી કુંદકુંદાચાર્યદવ, મૂલાચાર, પંચાચાર અધિકાર, ગાથા-૨૧૧) * સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યકત્વ છે, વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વ યોગ, મંત્ર, ધ્યાન આદિમાં (સમ્યકત્વ) ઉત્તમ યોગ છે, કારણ કે સમ્યક્તથી મોક્ષ સધાય છે. અણિમાદિ ઋદ્ધિઓમાં પણ (સમ્યકત્વ) મહાન ઋદ્ધિ છે. ઘણું શું કહીએ? સર્વ સિદ્ધિ કરવાવાળું આ સમ્યકત્વ જ છે. ૧૧૯૭.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૩૨૫ )
* * *
* જેને અન્ય કોઇ પણ પ્રયોજનની અપેક્ષા-જરૂરિયાત મટી ગઈ છે, માત્ર ગુણદોષને વિષે જ ગ્રહણ-ત્યાગ વર્તે છે, તે જ પુરુષ જ્ઞાનીઓમાં પ્રધાન-શ્રેષ્ઠ છે. ૧૧૯૮.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૪૫ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com