________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮)
(પરમાગમ – ચિંતામણિ * જેમના હૃદયમાં અનુભવનો સત્ય સૂર્ય પ્રકાશિત થયો છે અને સુબુદ્ધિરૂપ કિરણો ફેલાઈને મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે છે, જેમને સાચા શ્રદ્ધાનમાં રાગ-દ્વેષ સાથે સંબંધ નથી, સમતા પ્રત્યે જેમને પ્રેમ અને મમતા પ્રત્યે દ્વેષ છે; જેમની દષ્ટિ માત્રથી મોક્ષમાર્ગ સધાય છે, અને કાયકલેશ આદિ વિના મન આદિ યોગોનો નિગ્રહ કરે છે, તે સમ્યજ્ઞાની જીવોને વિષય-ભોગ પણ સમાધિ છે, હાલવું – ચાલવું એ યોગ અથવા આસન છે અને બોલવું – ચાલવું એ જ મૌનવ્રત છે. ૧૨૦૫.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર શ્લોક-૨૯)
* * * * કામ ઔર ધન હંમેશા નિર્મલ ધ્યાનકે રોકનેવાલે હૈં, મહાન દુષ્ટ હૈ, આત્માકે વેરી હૈ ઉન દોનોંકો છોડ દેના ચાહિયે તબ માનવકો સુખ પૈદા હોતા હૈ. ૧૨૦૬.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૦૯ ) * જેવી રીતે દાવાનળ દ્વારા સૂકાં અને લીલાં વૃક્ષો બળી જાય છે તેવી રીતે ધ્યાનના પ્રક્રમણથી - પ્રજ્વલનથી, પાકા-કાચા કર્મોના સમૂહું ભસ્મ થઈ જાય છે. ૧૨૦૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, નિર્જરા અધિકાર, ગાથા-૩) * હે દેવી! જ્યારે તારી લક્ષ્મીની સ્તુતિ કરતાં શ્રુતકેવળીઓ પણ એ સ્વીકાર કરે છે કે “અમે સ્તુતિ કરવામાં અસમર્થ છીએ ” તો પછી મારા જેવા અલ્પજ્ઞ મનુષ્ય જે તારા વિષયમાં “જય” અર્થાત “તું જયવંત હો” એવા બે અક્ષર કહે છે તેને પણ સાહસ જ સમજવું જોઈએ. ૧૨૦૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ શ્રુતદેવતા સ્તુતિ, શ્લોક-૪)
* * *
* કાળના નિમિત્તથી આ પુગલો સ્વયં આવે છે, સ્વયં જાય છે, સ્વયં મળે છે, સ્વયં વિખરાય છે, આપોઆપ પુદ્ગલ જોડાઈને વધે છે, આપોઆપ પુદ્ગલ છુટા પડીને ઘટી જાય છે. દેખો – આ પુદ્ગલનો પણ પોતાના પુદ્ગલની જાતિ સાથે તો સંબંધ છે. “પરંતુ આ જીવને એ પુદ્ગલો પણ ત્રણ કાળમાં ક્યારે ય સ્પર્ધો નથી, પુદ્ગલો આપોઆપ જ ખેલે છે.” ૧૨૦૯.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું-૧૦૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com