________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૨૭ * હે સરસ્વતી-જિનવાણી માતા! તમારા વિના આ મનુષ્ય આંખો સહિત હોવા છતાં પણ વિદ્વાનો દ્વારા અંધ જ ગણાય છે. તેથી ત્રણલોકના પ્રાણીઓને યથાર્થ તત્ત્વનું દર્શન કરાવવામાં તમે અનુપમ નેત્ર સમાન છો. ૧૧૯૯,
(શ્રી પદ્મનંદી આચાર્ય, પાનંદી પંચવિંશતિ, ધૃતદેવતા સ્તુતિ, શ્લોક-૧૫) * ગૂંગાપન, બુદ્ધિથી વિકલતા, મૂર્ખતા, અજ્ઞાનતા, બધિરતા તથા મુખમ્ રોગ હોના ઇત્યાદિ જો સબહી જીવોને હેતે હૈં વે અસત્ય વચન બોલનકે પાપહી સે હોતે હૈ. ૧૨OO.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનર્ણવ, સર્ગ-૯, શ્લોક-૩૪) * હું બીજાઓથી – અધ્યાપકાદિથી જે કાંઈ શીખવવા યોગ્ય છું તથા બીજાઓને - શિષ્યાદિકને હું જે કાંઈ શીખવું તે મારી ઉન્મત્ત ( પાગલ ) ચેષ્ટા છે; કારણ કે (વાસ્તવમાં) હું નિર્વિકલ્પક અર્થાત્ વચન-વિકલ્પોથી અગ્રાહ્ય છું. ૧૨0૧.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૧૯)
*
*
*
* જિનેન્દ્ર ભગવાનનું અત્યંત તીક્ષ્ણ ધારવાળું અને દુ:સાધ્ય નયચક્ર ધારણ કરવામાં આવતાં મિથ્યાજ્ઞાની પુરુષોના મસ્કને શીધ્ર જ ખંડ ખંડ કરી દે છે. ૧૨૦૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્યદવ, પુરુષાર્થસિદ્ધ-ઉપાય, ગાથા-૫૯ ) * હે ભાઈ ! જો પોતાની શક્તિની હીનતાને કારણે તું તપશ્ચરણ નથી કરતો, વિશેષ નથી ભણતો કે નથી વિચારતો, તેમ જ નથી દાન કરતો, તો ભલે ન કરી શકે, પરંતુ એક સર્વજ્ઞ વીતરાગદેવની શ્રદ્ધા તો ઢ રાખ; કેમ કે જે કાર્ય કરવા માટે એકલા અરહંત ભગવાન સમર્થ છે તે કાર્ય કરવા તપશ્ચરણાદિ કોઈ પણ સમર્થ નથી. ૧૨૦૩.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, શ્લોક-૨) * સમ્યગ્દષ્ટિ જીવ અનેક પ્રકારનાં કર્મનાં ઉદયફળ ભોગવે છે, પરંતુ અત્યંતર શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, તેથી કર્મના ઉદયફળમાં રતિ ઉપજતી નથી, ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યંત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામોનું સામર્થ્ય છે એમ જાણો. ૧૨૦૪,
(શ્રી રાજમલ્લજી, કશળટીકા, કળશ –૧૩૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com