________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩૦)
(પરમાગમ – ચિંતામણિ * અહીં સોમ નામના રાજેશ્રેષ્ઠી કહે છે કે ભગવાન! આ વ્રતાદિ સંવરનાં કારણોમાં સંવર-અનુપ્રેક્ષા જ સારભૂત છે, તે જ સંવર કરશે, તો પછી વિશેષ વિસ્તારથી શો લાભ? ભગવાન નેમિચંદ્ર આચાર્ય કહે છે - ત્રિગુમિ લક્ષણવાળી નિર્વિકલ્પસમાધિમાં સ્થિત મુનિઓને તેનાથી જ (સંવર-અનુપ્રેક્ષાથી જ ) સંવર થઈ જાય છે પણ તેમાં અસમર્થ જીવોને અનેક પ્રકારે સંવરનો પ્રતિપક્ષી એવો મોહ ઉત્પન્ન થાય છે તે કારણે આચાર્યો વ્રતાદિનું વિસ્તાર-કથન કરે છે. ૧૨૧૫.
(શ્રી નેમિચંદ્રસિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, ગાથા-૩૫) * હે ભગવાન! તમારા જે સ્તોત્રના વિષયમાં ઇન્દ્ર અશક્ત છે, ઈશ્વર (મહાદેવ) અનીશ્વર (અસમર્થ ) છે તથા ધરણેન્દ્ર પણ અસમર્થ છે: તે તારા સ્તોત્રના વિષયમાં હું નિબુદ્ધિ કવિ (કેવી રીતે) સમર્થ થઈ શકું ? અર્થાત્ થઇ શકું નહિ. તેથી ક્ષમા કરો. ૧૨૧૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ઋષભસ્તોત્ર, શ્લોક-૫૯)
* * * * જિનકા આત્મા સત્પષકે સંસર્ગરૂપી અમૃતકે ઝરનેસે આદ્ર (ભીંજા હુઆગીલા) રહતા હૈં ઉન પુરુષોકે હી ભોગ સુલભ હોતે હૈં ઔર ઉનકે હી ઉન પ્રાપ્ત હુએ ભોગમે તૃષ્ણાકી નિવૃત્તિ (નિસ્પૃહતા ) હોતી હૈ. ૧૨૧૭.
( શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૨૦) * જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ જ્યારે આત્મા અને શરીરના એકપણાને નયના વિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે- અત્યંત નિષેધ્યું છે, ત્યારે, પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે? અવશ્ય પામે જ, કેવું થઇને? પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઇને. ૧૨૧૮.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૮) * જ્ઞાનીઓની કર્મથી ઉત્પન્ન થવાવાળી ક્રિયા બંધના નિમિત્તરૂપ થતી નથી એ તો દૂર રહો અર્થાત્ તેમાં તો કોઈ આશ્ચર્ય નથી પરંતુ આશ્ચર્ય તો એ છે કે તેમની જેટલી કોઈ ક્રિયા છે તે સર્વ ક્રિયા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાના જ નિમિત્તરૂપ થાય છે. ૧૨૧૯.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી ઉત્તરાર્ધ, ગાથા-૨૩૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com