________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨૫
પરમાગમ – ચિંતામણિ)
* પ્રશ્ન - સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિને જાણપણું તો એકસરખું હોય છે છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિને મૂળભૂત જીવાદિ પદાર્થોની ખબર છે તેથી જેટલાં ઉત્તર પદાર્થો (વિશેષ પદાર્થો) જાણવામાં આવે તે બધાને યથાર્થપણે સાધે છે તેથી સમ્યગ્દષ્ટિના જ્ઞાનને સમ્યકરૂપ કહ્યું છે. મિથ્યાષ્ટિને મૂળ પદાર્થોની ખબર નથી તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવામાં આવે તે સર્વને પણ અયથાર્થરૂપ સાધે છે તેથી મિથ્યાષ્ટિના જ્ઞાનને મિથ્યારૂપ કહીએ છીએ. ૧૧૯૧.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરુષાર્થ-સિદ્ધિ ઉપાય, શ્લોક-૩૫).
* * * * દીવા વગર લોકો ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ ઘરમાં ભરેલા અંધકારને ટાળી શકતા નથી; પણ એક નાનકડી વાટ સળગાવતાં તત્ક્ષણે જ તે અંધકાર દૂર થઈ જાય છે; તેમ જ્ઞાનપ્રકાશ વડે જ અજ્ઞાન- અંધકાર દૂર થાય છે, બીજા કોઈ ઉપાયથી નહીં. ૧૧૯૨.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૮૯) * પરમેશ્વર વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઇ તે કાંઈ કરતાં નથી પણ ભક્તિ કરતાં જે મંદ કષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમ ફળ થાય છે, હવે કરણાનુયોગના અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદકષાય થઈ શકે છે તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રત-દાનાદિક તો કષાય ઘટાડવાના બાહ્ય નિમિત્તસાધન છે કરણાનુયોગનો અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે માટે તે વિશિષ્ટ કાર્યકારી છે. ૧૧૯૩.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ-૮, પાનું- ૨૯૨)
* * * * જેમ દઢ નૌકામાં બેઠેલા મનુષ્યને વિસ્તીર્ણય નદીમાં જળ વધવા છતાં પણ મુસાફરી કરતાં ભય થતો નથી, તેમ જે પુરુષ શરીરના ક્ષણિક અને અપવિત્ર સ્વભાવને તથા પ્રકારે સમજ્યો છે, તથા વાસ્તવિક આત્મશાંતિનો કોઈ અંશે અનુભવ થયો છે, તે પુરુષ રોગાદિની વૃદ્ધિમાં પણ ખેદ ને પ્રાપ્ત થતો નથી. ૧૧૯૪.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, ગાથા-૨૦૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com