________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૨૩ * ચિંતામણિરત્નકે સમાન અભિષિત પદાર્થોકો દેકર ધર્મક પ્રભાવના કરનેવાલા, બુદ્ધિમાનૉકે દ્વારા પૂજ્ય ધન્ય પુરુષ ઇસ સંસારમેં દુર્લભ હૈ. જૈનશાસનકી પ્રભાવના કરનેમેં જિસકી રુચિ પ્રવર્તમાન હૈ માનો મુક્તિ ઉસકે હાથમેં હી સ્થિત હૈ ઐસા જિનાગમમેં કહા જાતા હૈ. ૧૧૮૦.
(શ્રી ગુણભદ્રાચાર્ય, મહાપુરાણ, ભાગ-૨, પાનું- ૫૫૭, પટસપ્તતિમ પર્વ, શ્લોક-૪૨૧-૪૩૨)
* યહુ પ્રાણી શુભકે ઉદય વિષે સંપદારૃ ભોગવૈ હૈ, વહ સંપદા પ્રચંડ પુરુષનિકે પ્રતાપકું ઉલંઘનહારી હૈ, જબ સુખકા ક્ષય હોય તબ આપદાકું ભજે છે, તાતે ભવ્યજન સમ્પત્તિ વિપત્તિ દોઉ સમાન જાન મોક્ષકા કારણ જો જિન ભાષિત નિર્મલ તપ તાહિ આદરતે કરવું. ૧૧૮૧.
(શ્રી હરિવંશ પુરાણ, પાનું-૫૦૯)
* * *
* પ્રશ્ન:- પંડિત કોણ? – કે જે વિવેકી છે તે. ૧૧૮૨. (આ પ્રશ્નોત્તરનું અવતરણ પરમાત્મપ્રકાશ અધ્યાય-૧, ગાથા-૧૪ની ટીકામાં ઉદ્ધત કરેલ છે.)
(શ્રી મદ્ રાજર્ષિ અમોધવર્ષ, રત્નમાલા, શ્લોક-૫) * સાધÍજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો તેને છુપાવે-ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની અને ધર્મની નિંદા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો; ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિને ઉપગૃહનગુણ હોય છે. ૧૧૮૩.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૧૮) * જે ધન પાત્રોના ઉપયોગમાં આવે છે તેને જ બુદ્ધિમાન મનુષ્ય શ્રેષ્ઠ માને છે કારણ કે તે અનંતગુણા સુખનું આપનાર થઇને પરલોકમાં ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધનવાનનું ધન ભોગના નિમિત્તે નષ્ટ થાય છે તે નિશ્ચયથી નષ્ટ જ થઈ જાય છે અર્થાત્ દાનજનિત પુણ્યના અભાવમાં તે ફરી કદી પ્રાપ્ત થતું નથી. તેથી જ ગૃહસ્થોને સમસ્ત સંપત્તિઓના લાભનું ઉત્કૃષ્ટ ફળ દાનમાં જ પ્રાપ્ત થાય છે. ૧૧૮૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દેશવ્રત ઉધોતન, શ્લોક-૧૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com