________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨)
(પરમાગમ – ચિંતામણિ * આચાર્ય કહે છે કે જે અત્યંત દુ:ખદાયક છે, જાણે જમનો ભાઈ છે, જેનાથી સ્વર્ગ, મધ્ય અને પાતાળ-ત્રણલોકના જીવોના તન-મન કાપ્યા કરે છે, એવા અસાતા કર્મના ઉદયમાં અજ્ઞાની જીવ નિરાશ થઈ જાય છે. પરંતુ જ્ઞાની જીવના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ છે, તે આત્મબળથી બળવાન છે, તેનું જ્ઞાનરૂપી શરીર અવિનાશી છે, તે પરમ પવિત્ર છે અને સાતભયથી રહિત નિઃશંકપણે વર્તે છે. ૧૧૭૫.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૪૭) * જ્યાં અત્યંતર ચિત્ત મેલું છે ત્યાં બહારના તપથી શું ફાયદો? માટે છે ભવ્ય ! ચિત્તમાં કોઈ એવા નિરંજન તત્ત્વને ધારણ કર- કે જેથી તે મેલથી મુક્ત થઈ જાય. ૧૧૭૬.
(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોલ, ગાથા-૬૧)
* * * * આ જગતમાં જે આત્મા નિર્મળ સમ્યગ્દર્શનમાં પોતાની બુદ્ધિ નિશ્ચલ રાખે છે તે કદાચિત્ પૂર્વના પાપકર્મના ઉદયથી દુઃખિત પણ હોય અને એકલો પણ હોય તોપણ ખરેખર પ્રશંસનીય હોય છે. અને એથી ઊલટું, જે જીવ અત્યંત આનંદને દેનાર એવો સમ્યગ્દર્શનાદિ રત્નત્રયથી બાહ્ય છે અને મિથ્યામાર્ગમાં સ્થિત છે એવો મિથ્યાષ્ટિ મનુષ્યો ભલે ઘણા હોય અને વર્તમાનમાં શુભકર્મના ઉદયથી પ્રસન્ન હોય તો પણ તેઓ પ્રશંસનીય નથી. માટે ભવ્ય જીવોએ સમ્યગ્દર્શન ધારણ કરવાનો નિરંતર પ્રયત્ન કરવો જોઇએ. ૧૧૭૭.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પાનંદી પંચવિંશતિ, દેશવ્રતોદ્યોતન, શ્લોક-૨) * શ્રી જિનેન્દ્રભગવાનને સમ્યગ્દર્શનકે પ્રકાશકા માહાભ્ય વર્ણન કિયા હૈ. સમ્યગ્દર્શનકા ઉદય હી મોક્ષકે સાધન સહિત હૈ અર્થાત્ સમ્યગ્દર્શનકે વિના મોક્ષકા સાધન નહીં હો સકતા હૈ. સમ્યગ્દર્શનકે પ્રકાશમેં હી રમણ કરના ચાહિયે, વહી સાધન હૈ, ઉસીકે ઉપાસે આત્મારૂપી કમલકા વિકાસ હોતા હૈ. ૧૧૭૮.
( શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું- ૭૬ ) * જો કે કર્મરૂપી કીચડ અત્યંત નિર્મળ એવા મારા આત્માને ખૂબ મલિન કરે તો પણ મને કોઈ ભય નથી; કારણ કે નિશ્ચયથી સ્વ-પરનું ભેદજ્ઞાન કરનાર જ્ઞાનરૂપી કતકફળ મારી પાસે મૌજુદ છે. ૧૧૭૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, ગાથા-૨૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com