________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦)
(પરમાગમ – ચિંતામણિ * ધનાદિની વૃદ્ધિ અને નિર્ધનાવસ્થાનો નાશ કરનારા જીવોને લોકો ચતુર કહે છે. તથા નિર્ધનાવસ્થાની વૃદ્ધિ અને ધનાદિનો નાશ થવાથી તેને મૂર્ખામાં ગણે છે. લોકોની ઉપરોક્ત માન્યતા તદન ભૂલ ભરેલી છે કારણ કે એ તો પૂર્વોપાર્જિત શુભાશુભ પ્રારબ્ધોદયથી થાય છે. સર્વ જીવોને એવી હાની - વૃદ્ધિ તથારૂપ પ્રારબ્ધોદય વડે સ્વયમેવ થઈ રહી છે. એવી હાની-વૃદ્ધિમાં જીવનું કાંઇ પણ અવિશેષ કે વિશેષપણું નથી. ૧૧૬૫.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૧૪૮) * જે સર્વજ્ઞના પણ વચનમાં સંદેહ કરીને પોતાની બુદ્ધિથી તત્ત્વના વિષયમાં અન્યથા કાંઇક કલ્પના કરે છે તે અજ્ઞાની પુરુષ નિર્મળ નેત્રોવાળા પુરુષ દ્વારા જોવામાં આવેલ આકાશમાં વિહરતા પક્ષીઓની સંખ્યાની બાબતમાં વિવાદ કરનાર આંધળા સમાન આચરણ કરે છે. ૧૧૬૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પંચવિશતિ, અધિ. -૧, શ્લોક-૧૨૫)
* * *
* યહુ આત્મા સ્વયં સાક્ષાત ગુણરૂપી રત્નકા ભરા હુઆ સમુદ્ર હૈ તથા યહી આત્મા સર્વજ્ઞ હૈ, સર્વદર્શી હૈ, સબકે હિતરૂપ હૈ, સમસ્ત પદાર્થોમે વ્યાસ હૈ, પરમેષ્ઠી (પરમપદમેં સ્થિત ) હૈ ઔર નિરંજન હૈ અર્થાત જિસમે કિસી પ્રકારથી કાલિમા નહીં. હૈ. ૧૧૬૭.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૧, શ્લોક-૧) * જેમ ગરીબ માણસને એક ફૂટેલી કોડી પણ સંપત્તિ સમાન પ્રિય લાગે છે ઘુવડને સંધ્યા જ સવાર સમાન ઈષ્ટ લાગે છે, કૂતરાને ઉલટી જ દહીં સમાન રુચિકર હોય છે, કાગડાને લીમડાની લીંબોળી દ્રાક્ષ સમાન પ્રિય હોય છે, બાળકોને લૌકિક વાર્તાઓ (ગપ્પા) જ શાસ્ત્રની જે રુચિકર લાગે છે, હિંસક મનુષ્યને હિંસામાં જ ધર્મ દેખાય છે, તેવી જ રીતે મૂર્ખને પુણ્યબંધ જ મોક્ષ સમાન પ્રિય લાગે છે. ૧૧૬૮.
(શ્રી બનારસીદાસજી, બંધ દ્વાર, પદ-૧૧) * હે પ્રભાકર ! જો ધ્યાન કરતા હુઆ જિન શુદ્ધાત્મા, અવલોકનમેં અત્યંત સુખ તૂ પા સકતા હૈ, વહ સુખ તીનલકમેં ભી પરમાત્મદ્રવ્ય, સિવાય નહીં હૈ. ૧૧૬૯.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. –૧, ગાથા-૧૧૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com