________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૧૯ * એક બાજા દિવ્ય ચિંતામણિ છે, અને બીજીબાજુ ખલીનો (ખોળનો) ટુકડો છે; જો ધ્યાન દ્વારા બન્ને મળી શકે તેમ છે, તો વિવેકી જનો કોનો આદર કરશે? ૧૧૫૯.
(શ્રી પૂજ્યપાદસ્વામી, ઇબ્દોપદેશ, ગાથા-૨૦) * શ્રુતના બે ભેદ છે: એક અંગુકૃત તથા બીજું બાહ્યશ્રુત, તેમાં અંગશ્રુત બાર પ્રકારનું શ્રી જિનેન્દ્રભગવાને કહ્યું છે તથા બાહ્યશ્રુતના અનંત ભેદ કહ્યાં છે, પરંતુ તે બન્ને શ્રુતમાં જ્ઞાન-દર્શનવાળો આત્મા જ ગ્રાહ્ય (ગ્રહણ કરવા લાયક ) કહ્યો છે અને તેનાથી જુદા સમસ્ત પદાર્થો હેય (ત્યાગવા લાયક ) કહ્યાં છે. ૧૧૬O.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૨૬) * શ્રી આચાર્યદેવ કહે છે કે જીવો! તમે આ સમ્યગ્દર્શનરૂપી અમૃતને પીવો. આ સમ્યગ્દર્શન અનુપમ સુખનો ભંડાર છે. સર્વ કલ્યાણનું બીજ છે. આ સંસારસમુદ્રથી તરવા માટે તે જહાજ છે. એક ભવ્ય જીવો જ તેને પામી શકે છે. પાપરૂપી વૃક્ષને કાપવા માટે તે કુહાડી સમાન છે. પવિત્ર તીર્થોમાં તે જ પ્રધાન તીર્થ છે અને મિથ્યાત્વને તે હણનાર છે. ૧૧૬૧.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૬ ગાથા-પ૯)
* * * * જૈસે રત્નોમેં પ્રવર (શ્રેષ્ઠ) ઉત્તમ વજ (હીરા) હૈ ઔર જૈસે તગણ (બડે વૃક્ષ) મેં ઉત્તમ ગોસીર (બાવન ચંદન) હૈ, વૈસે હી ધર્મોમેં ઉત્તમ ભાવિભવમથન ( આગામી સંસારકા મથન કરનેવાલા ) જિનધર્મ હૈ, ઈસસે મોક્ષ હોતા હૈ. ૧૧૬ર.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૮૨) * અભિમાનરૂપી વિષને ઉપશાંત કરવા માટે અરિહંતદેવનું તથા નિગ્રંથ ગુરુનું સ્તવન કરવામાં આવે છે, ગુણ ગાવામાં આવે છે, પરંતુ અરેરે ! તેનાથી પણ જો કોઈ માન પોષે તો તે મોટો અભાગી છે. ૧૧૬૩.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૧૪૪) * જે જીવ દ્રવ્યથી નિવૃત્ત છે તે વ્યવહારીઓ દ્વારા પૂજાને પ્રાપ્ત થાય છે. જે જીવ ભાવથી નિવૃત્ત છે તે મુમુક્ષુઓ દ્વારા પૂજાને પ્રાપ્ત થાય છે. ૧૧૬૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-પ૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com