________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૭
પરમાગમ – ચિંતામણિ)
* પ્રશ્ન- આ સંસારમાં સારભૂત વસ્તુ કઈ છે? ( આ સંસારમાં સારભૂત તત્ત્વ શું છે?)
* ઉત્તર:- બહુ બહુ વિચાર કરી આ નિશ્ચય કર્યો છે કે જ્યા સંપૂર્ણ તત્ત્વ દેખાયું હોય તેમ જ જ્યાં સ્વ-પરના હિતને માટે સદા તત્પર રહેવાનું હોય એવો મનુષ્યનો જન્મ સારભૂત તત્ત્વ છે. ૧૧૫૦.
(શ્રીમદ રાજર્ષિ અમોધવર્ષ, રત્નમાલા, શ્લોક-૬)
* * *
* કોઈ એમ જાણે કે આજના સમયમાં સ્વરૂપ કઠણ છે તે સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. આજથી અધિક પરિગ્રહું ચોથાકાળના પુણ્યવંત નર ચક્રવર્તી આદિક તેમને હતો અને આને તો થોડો છે. એ પરિગ્રહ જોરાવરીથી એના પરિણામોમાં આવતો નથી. પોતે જ દોડી દોડી પરિગ્રહમાં ટુંકે છે. જ્યારે નવરો હોય ત્યારે વિકથા કરે છે, ત્યારે સ્વરૂપનાં પરિણામ કરે તો કોણ રોકે છે? પરપરિણામ સુગમ, નિજપરિણામ વિષમ બતાવે છે, દેખો અચરજની વાત ! પોતે દેખે છે – જાણે છે છતાં દેખ્યો ન જાય, જાણ્યો ન જાય એમ કહેતાં લાજ પણ આવતી નથી? સંસાર ચાતુરીનો ચતુર, પોતાને જાણવામાં શઠ, એવી હઠ-વિઠતા પકડીને જ પરરતવ્યસનમાં ગાઢ બન્યો. સ્વભાવશુદ્ધિ વિસારી ભારે ભવબંધન કરી આંધળો બની, અંધ ધંધમાં ધાયો. પોતે ઓળખાયો નહિ. ૧૧૫૧.
(શ્રી અનુભવપ્રકાશ, દીપચંદજી, પાનું -૫૭) * જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં રંગનો સંયોગ, વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો, બહાર જ લોટે છે – અંદર પ્રવેશ કરતો નથી, તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી. ૧૧૫૨.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૪૮) * ઇસ સંસારરૂપી ઉગ્ર મરુસ્થલમેં દુ:ખરૂપ અગ્નિસે તપ્તાયમાન જીવકો યહુ સત્યાર્થ જ્ઞાન હી અમૃતરૂપ જલસે તૃપ્ત કરનેકો સમર્થ છે. ભાવાર્થ- સંસારકે દુઃખ મિટાનેકો સમ્યજ્ઞાન હી સમર્થ હૈ. ૧૧૫૩.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૭, શ્લોક-૧૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com