________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪)
(પરમાગમ – ચિંતામણિ * કિસીને મુજે મારા ઔર જો મેં રોષ નહિં કરું તો મરનેવાલકી તો હાનિ હુઈ અર્થાત્ પાપબંધ હુઆ પરંતુ મેરે આત્માને અર્થકી સિદ્ધિ હુઇ અર્થાત્ પાપ નહિ બંધા કિંતુ પૂર્વક કિયે પાપોંકી નિર્જરા હુઈ, ઈસમેં કોઈ સંદેહ નહિ હૈ. ઔર મેરે કદાચિત્ રોષ ઊપજે તો મેરે દ્વિગુણ હાની હો. અર્થાત્ એક તો પાપબંધ હો દૂસરે પૂર્વ કર્મોકી નિર્જરા નહીં હો. ઇત્યાદિ વિચાર કરૈ. ૧૧૮૫.
( શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૯, શ્લોક-૩૩) * ઘણું શું કહીએ! જેમ રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, જેમ રાગાદિક મટાડવાનું જાણવું થાય તે જ જાણવું સમ્યજ્ઞાન છે, જેમ રાગાદિક મટે તે જ આચરણ સમ્યક ચારિત્ર છે અને એવો જ મોક્ષમાર્ગ માનવો યોગ્ય છે. ૧૧૮૬.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૭, પાનું- ૨૧૮) * આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુ:ખ આત્મજ્ઞાનથી શાન્ત થાય છે. તેમાં એટલે ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જે પ્રયત્ન કરતા નથી તે ઉત્કૃષ્ટદુર્બર તપ કરવા છતાં નિર્વાણને પ્રાપ્ત કરતા નથી. ૧૧૮૭.
( શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૪૧) * મંદકષાયરૂપ ઉપશમભાવ, શાસ્ત્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર અને અનશનાદિરૂપ તપ –તેનું જે મહત્ત્વ છે તે સમ્યકત્વ સહિત-પણાને લઇને છે. સમ્યકત્વ વિના એ બધું પથ્થરની માફક ભારરૂપ છે. એ જ ઉપશમ આદિ ભાવો સમ્યકત્વ સહિત હોય તો મહામણિ સમાન પૂજનીક થઈ પડે. ૧૧૮૮.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૧૫ ) * જીવ છેલ્લી - નવમી રૈવેયક સુધીનાં પદ અનંતવાર પામ્યો. છતાં સમ્યજ્ઞાન પામ્યો નહિ; આવાં દુર્લભ સમ્યજ્ઞાનને મુનિઓએ પોતાના આત્મામાં ધારણ કર્યું છે. ૧૧૮૯,
(પં. દોલતરામજી, છઢાળા, ઢાળ-૫, શ્લોક-૧૩) * હે જીવ! તું ઘણું પઢયો.... પઢી-પઢીને તાળવું પણ સુકાઇ ગયું, છાં તું મૂર્ખ જ રહ્યો. એના કરતાં તો તે અક જ અક્ષરને પઢ કે જેનાથી શિવપુરીમાં ગમન થાય. ૧૧૯).
(મુનિવર રામસિંહ, પાહુડદોા, ગાથા-૯૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com