________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪)
(પરમાગમ – ચિંતામણિ * હે નાથ ! દુઃખમાં કે સુખમાં, વેરી પ્રત્યે કે બંધુવર્ગ પ્રત્યે, સંયોગમાં કે વિયોગમાં ઘરમાં કે જગંલમાં, સંપૂર્ણ મમત્વબુદ્ધિ દૂર થઇને મારું મન સદાય સમભાવી રહો. ૧૧૩૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સામાયિક પાઠ, શ્લોક-૪) * અહંકાર યા ઘમંડ નિશ્ચયસે લોગોંકા નાશ કરનેવાલા હૈ, ઉસસે ઉન્નતિ નહીં હોતી હૈ. જૈસે જબ દીપક બુઝને લગતા હૈ તબ ઉસકી લૌ બઢ જાતી હૈ. ૧૧૩૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક- ૨૯૪ )
* * * * વિનય જિનશાસનનું મૂળ છે. વિનયથી સંયમ, તપ અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જે જીવ વિનયથી રહિત છે તેનો ધર્મ અને તપ વ્યર્થ છે. ૧૧૩પ.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, ષટ-આવશ્યક અધિકાર, ગાથા-૧૦૪). * સુખ આદિરૂપ “હું સુખી છું-હું દુઃખી છું' ઇત્યાદિ “અહં” પ્રત્યયગોચર સ્વસંવેદન પ્રત્યક્ષથી જીવનું અસ્તિત્વ જણાય છે. કારણ કે – જે જીવ નથી તે સ્વસંવેદન પ્રત્યક્ષવાળું પણ નથી જેમ સુપ્રસિદ્ધ ઘટ. ૧૧૩૬.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૫ )
* * * * યદિ ચક્ષુ યુદ્ધ ભાવસે આત્મજ્ઞાનોપયોગી પદાર્થોકો દેખનેકો સન્મુખ હોતી હૈ, યદિ ચક્ષુ નિર્મલ આત્માને સ્વભાવકો દેખનેમેં ઉદેશ્યવાન હોતી હૈ, સંસારમાર્ગને વિરકતપને જહાં ચક્ષુકા ઉપયોગ હોતા હૈ વહી યથાર્થ ચક્ષુદર્શન હૈ, યદિ શરીર વ શરીર સંબંધી વિષયભોગોમેં ચક્ષુ રાગી હૈ તો ચક્ષુદર્શનાવરણ કર્મકા બંધ હોતા હૈ. ૧૧૩૭.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૩૫૯) * જેવી રીતે અભેદ સ્વરૂપે અગ્નિમાં ઉષ્ણતા રહે છે તેવી જ રીતે આત્મામાં જ્ઞાન છે. આ પ્રકારની પ્રતીતિનું નામ શુદ્ધ સમ્યગ્દર્શન છે અને તે જ પ્રકારે જાણવાનું નામ સમ્યજ્ઞાન છે. આ બન્નેની સાથે ઉકત આત્માના સ્વરૂપમાં સ્થિત થવાનું નામ સમ્યફચારિત્ર છે. ૧૧૩૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચયપંચાશત, શ્લોક-૧૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com