________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૧૩ * મનુષ્ય પ્રાણીની દુર્લભતા અને ઉત્તમતાને લઇને વિધિરૂપ મંત્રીએ તેને અનેક પ્રકારે રક્ષા કરી. દુષ્ટ પરિણામી નર્કના જીવોને અધો ભાગમાં રાખ્યા, દેવોને ઊર્ધ્વ ભાગમાં રાખ્યા, લોકની ચારે તરફ અનેક મહાન અલંધ્ય સમુદ્ર તથા તેની ચારે તરફ ધનોદધિ, ધન અને તેનુ એ નામના ત્રણ પવનથી વીંટી વિસ્તર્ણ કોટ કરી રાખ્યો અને વચ્ચે પૂર્ણ જતનથી મનુષ્ય-પ્રાણીને રાખ્યા. આટલા આટલા વિધિના પૂર્ણ જામા છતાં પણ મનુષ્ય-પ્રાણી મરણથી ન બચ્યાં. અહો ! યમરાજ અત્યંત અલંધ્ય છે. ૧૧૨૯.
(શ્રી ગુણભદ્રઆચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૭૫ )
* * * * પરજીવકો વ્યવહારજ્ઞાનકી વૃદ્ધિકે લિયે ધર્મોપદેશ દેના, ઉસમેં ભી પર, ઉપદેશક બહાનેસે મુખ્યતાકર અપના જીવહીકો સંબોધના. વહુ ઇસ તરહ હૈ કિ પરકો ઉપદેશ દેતે અપનેકો સમજાવે. જો માર્ગ દૂસકો છુડાવે, વહુ આપ કૈસે કરે? ઇસસે મુખ્ય સંશોધન અપના હી હૈ. પરજીવકો ઐસા હી ઉપદેશ હૈ, જો યહ બાત મેરે મનમેં અચ્છી નહીં લગતી, તો તુમકો ભી ભલી નહીં લગતી હોગી, તુમ ભી અપને મનમેં વિચાર કરો. ૧૧૩).
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ અધિ. -૨, ગાથા-૮૩) * ભયથી શીઘ્રતાપૂર્વક ભાગનાર સમસ્ત જનસમૂહ દ્વારા જેનો માર્ગ છોડી દેવામાં આવે છે એવું વજ પડતાં પણ જે મુનિઓ સમાધિથી વિચલિત થતા નથી તે જ્ઞાનરૂપી દીપક દ્વારા અજ્ઞાનરૂપી ઘોર અંધકારનો નાશ કરનાર સમ્યગ્દષ્ટિ મુનિઓ શું બાકીના પરિષહો આવતાં વિચલિત થઇ શકે? કદિ નહિ. ૧૧૩૧.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અધિ-૧, શ્લોક-૬૩)
* * *
* આ પ્રાણી, ધન-યૌવન-જીવન જળના બુબુદની માફક તુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છે – એ જ મોહનું મહા બળવાન માહાભ્ય છે.
* હે ભવ્ય જીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક સાંભળી મહામોહને છોડી તારા અંત:કરણને વિષયોથી રહિત કર. જેથી તે ઉત્તમ સુખને પ્રાપ્ત થાય. ૧૧૩ર.
(સ્વામી કાર્તિક, બાર અનપેક્ષા, ગાથા-૨૧-૨૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com