________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨)
(પરમાગમ – ચિંતામણિ * સર્વથી ઉત્કૃષ્ટ સ્તુતિ અને નિંદાને યોગ્ય પરિસીમાને બે જ મનુષ્યો પામે છે, એક તો ચક્રવર્તીપણું છોડી આત્મકલ્યાણ સાધ્ય કરવાની ઇચ્છાથી વાસ્તવ્ય તપને અંગીકાર કરે છે તે, અને બીજો તપાદિ સંયમ દશાને વિષયોની આશાથી છોડે છે તે. ૧૧૨૪.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૬૪)
* * * * મુનિ હુઆ વહુ તો બડા કાર્ય કિયા, તેરા યશ લોકમે પ્રસિદ્ધ હુઆ પરંતુ ભલી ભાવના અર્થાત્ શુદ્ધાત્મત્ત્વકા અભ્યાસકે બિના તપશ્ચરણાદિ કરકે સ્વર્ગમે દેવ ભી હુઆ તો વહાં ભી વિષયાંકા લોભી હોકર માનસિક દુઃખસે હી તસામાન હુઆ. ૧૧૨૫.
(શ્રી કુંદકુંદ આચાર્ય, ભાવપાહુડ ગાથા-૧૨ ) * જે વાત અજ્ઞાની માને છે તે વાત તો સર્વ લોક માને જ છે; પરંતુ જે વાત જિનદેવ જ માને છે તે વાત તો કોઇ વિરલા જ માને છે. ૧૧ર૬.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૧૪૬) * ધ્યાન કરવાનું જેનું મન છે એવા સાધુને માટે સમસ્ત લોક ધ્યાનના આલંબનથી ભરેલ છે. વીતરાગી થઇને જે જે વસ્તુને દેખે છે તે તે વસ્તુ ધ્યાનનું આલંબન છે. સમસ્ત વિષય-કષાયનો નિગ્રહુ કરીને પરમ સામ્યભાવ પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરવામાં આવે છે. વીતરાગી મુનિને સમસ્ત પદાર્થમાં સામ્યભાવ પ્રગટ થાય છે, તેથી વીતરાગી મુનિને બધા જ પદાર્થો ધ્યાનનો વિષય છે. ૧૧૨૭.
( શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૮૭૪)
* *
*
* સંસારમેં સર્વત્ર ઉત્પન્ન હુએ જીવોંકો ઉનકે દ્વારા પૂર્વભવમેં કિયા ગયા પુણ્યપાપ હી સુખ અથવા દુઃખ દેતા હૈ. ઉસે રોકના શક્ય નહીં હૈ. પ્રાણીયાંકો ઉનકા ભાગ્ય દ્વીપમેં, સમુદ્રમે, પર્વત, શિખર પર, દિશા, અંતમેં ઔર કૂપમેં ભી ગિરે રત્નકો મિલા દેતા હૈ. ઈસ સંસારમેં પુણ્યશાલી જીવોંકી વિપદા ભી સંપદા બન જાતી હૈ ઔર પાપકર્મ, ઉદયસે સંપદા ભી વિપદા બન જાતી હૈ. ૧૧૨૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૫૮-૩૫૯-૩૬૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com