________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦)
(પરમાગમ – ચિંતામણિ * અજ્ઞાની જીવો ફૂલની માળા, સ્ત્રી, ચંદન વગેરેને તથા તેમના કારણભૂત દાન-પૂજાદિને હિત સમજે છે અને સર્પ, વિષ, કંટક વગેરેને અહિત સમજે છે. સમ્યજ્ઞાની જીવો અક્ષય અનંત સુખને તથા તેના કારણભૂત નિશ્ચયરત્નત્રયપરિણત પરમાત્મદ્રવ્યને જ હિત સમજે છે અને આકુળતાના ઉત્પાદક એવા દુઃખને તથા તેના કારણભૂત મિથ્યાત્વ રાગાદિપરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે. ૧૧૧૪.
| (શ્રી જયસેન આચાર્ય, પંચાસ્તિકાય-ટીકા, ગાથા-૧૨૫ ) * સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રથી વિભૂષિત પુરુષ જો તપ આદિ અન્ય ગુણોમાં મંદ પણ હોય તોય તે સિદ્ધિને પાત્ર છે અર્થાત્ તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત જો રત્નત્રય રહિત પુરુષ અન્ય ગુણોમાં મહાન પણ હોય તોય તે કદી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. યોગ્ય જ છે – સ્પષ્ટ રીતે માર્ગથી પરિચિત મનુષ્ય જો ચાલવામાં મંદ પણ હોય તોય તે ધીરે ધીરે ચાલીને ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે પણ અનાથી વિપરીત જે અન્ય મનુષ્ય માર્ગથી અજાણ છે તે ચાલવામાં ખૂબ ઝડપી હોય તો પણ ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી. ૧૧૧૫
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ અધિ. -૧ શ્લોક-૭૪)
* * *
* જે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન જાણતો નથી તે ઘોર તપશ્ચરણ કરવા છતાં મોક્ષ પ્રાપ્ત કરતો નથી. ૧૧૧૬.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૩૩) * જે જીવ ભોગોમાં મગ્ન રહે છે તે મિથ્યાત્વી છે અને જે ભોગોથી વિરકત છે. તે સમ્યગ્દષ્ટિ છે. એમ જાણીને ભોગોથી વિરકત થઇને મોક્ષનું સાધન કરો ! જો મન પવિત્ર હોય તો કથરોટના પાણીમાં નાહવું તે જ ગંગાસ્નાન સમાન છે અને મન મિથ્યાત્વ, વિષય-કષાય આદિથી મલિન છે તો ગંગા આદિ કરોડો તીર્થોના સ્નાનથી પણ આત્મામાં પવિત્રતા આવતી નથી. ૧૧૧૭.
(શ્રી બનારસીદાસજી, નાટક – સમયસાર, બંધદ્વાર-પદ-૧૧) * વચનકી શુદ્ધિ સત્ય બોલનેસે છે. મનકી શુદ્ધિ તત્ત્વજ્ઞાનસે છે, કાયકી શુદ્ધિ ગુરુકી સેવામેં હૈ. યહ અનાદિકાલકી સનાતન શુદ્ધિ છે. ૧૧૧૮.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૧૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com