________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૯
પરમાગમ – ચિંતામણ )
* જે ભવ્યજીવ અજ્ઞાનથી ભવસંસારમાં ફસાઇને અનેક પ્રકારનાં ઝંઝટોથી પ્રતિદિન દુઃખોનો શિકાર બનતો હતો તે આજે પોતાના સત્ય સ્વરૂનો સાક્ષાત્કાર થવાથી આનંદસમુદ્રમાં વિહરી રહ્યો છે. ૧૧૦૮.
(શ્રી નેમીથર-વચનામૃત-શતક, શ્લોક-૧૮) * જેને મન, નિર્ધનતા એ જ ધન છે, મૃત્યુ એ જ જીવન છે અને જ્ઞાન એ જ નેત્ર છે, એવા સપુરુષોને વિધિ અર્થાત્ કર્મ શું કરી શકે તેમ છે? અર્થાત્ કર્મ તેવા ધીરપુરુષો માટે વ્યર્થ છે. ૧૧૦૯.
( શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૬૨ )
* * * * જૈસે વિષય-સેવનરૂપી વિષ વિષયલુબ્ધ જીવકો વિષ-દુઃખ દેનેવાલા હૈ વૈસે હી ઘોર તીવ્ર સ્થાવર જંગમ સબ હી વિષ પ્રાણીયાંકા વિનાશ કરતે હૈં તથાપિ ઈન સબ વિષમેં વિષયોકા વિષ ઉત્કૃષ્ટ હૈ, તીવ્ર હૈ. ૧૧૧૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, શીલપાહુડ, ગાથા-૨૧) * જે વીતરાગી મુનિરાજ અત્યંત તીક્ષ્ણ સમ્યજ્ઞાન અર્થાત્ ભેદવિજ્ઞાનરૂપી છીણી નાખીને અંતરંગમાં ભેદ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શરૂપ દ્રવ્યકર્મથી અને રાગ-દ્વેષાદિરૂપ ભાવકર્મથી ભિન્ન કરીને પોતાના આત્મામાં પોતા માટે આત્મા વડ આત્માને સ્વયં પોતાથી ગ્રહણ કરે છે ત્યારે ગુણગુણી – જ્ઞાતા-જ્ઞાનનો આત્મામાં જરાપણ વિકલ્પ રહેતો નથી. ૧૧૧૧.
(૫. દૌલતરામજી, છઢાળા, ઢાળ-૬, શ્લોક-૮)
* * * * જે ધર્માત્મા દાતાઓથી આપવામાં આવતાં દોષ રહિત ભોજનમાત્રને ગ્રહણ કરીને પણ લજ્જાને પામે છે તે સંયમધારી યતિ શું સંયમને નાશ કરવાવાળા પરિગ્રહને ગ્રહણ કરે ? (કદાપિ નહિ.) ૧૧૧ર.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૦૪ ) * હે નાથ! જે પ્રમાણે સૂર્યના કિરણોથી ત્રણ જગતમાં ફેલાયેલા ભમરા સમાન કાળો અંધકાર નષ્ટ થઈ જાય છે, તે પ્રમાણે આપની સ્તુતિ કરવાથી જન્મોજન્મમાં એકઠાં થયેલાં જીવોના પાપો ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. ૧૧૧૩.
( શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com