________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૦૭ * અનાદિકાળથી આત્માની પાછળ પિશાચની માફક લાગી રહેલા ક્રોધાદિ પ્રબળ વેરીઓ તપના પ્રભાવથી તત્કાલ જીતી શકાય છે અને પ્રાણને સાટે પણ ન પ્રાપ્ત થાય તેવા દુષ્પાપ્ય સમ્યક ગુણો શીધ્ર પ્રગટ થાય છે તથા ભાવિમાં મોક્ષપુરુષાર્થની સ્વયમેવ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો એ અનંત આતાપને શીધ્ર સંહારવાવાળા તપ વિષે ક્યો વિવેકી પુરુષ ના રમે? રમે જ. વિવેકી અને કલ્યાણના પપાસુ આત્માઓને માટે તપ એ એક આનંદદાયક કીડાવન છે, ત્યાં ખેદ કે કલેષ શાનો હોય? ૧૭૯૫
( શ્રી ગુણભદ્રઆચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૧૪ ) * કારણ કે સર્વજ્ઞદેવો સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને અવિશેષપણે બંધનું સાધન કહે છે તેથી (એમ દ્ધિ થયું કે સર્વજ્ઞદેવોએ) સમસ્ત કર્મને નિષેધ્યું છે અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૯૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૦૩) * નિર્દય પુરુષક દ્વારા ચલાયે હુએ વચનરૂપ શસ્ત્ર ઇસ પૃથ્વીતલ પર જીવોકે મર્મકો તીક્ષ્ણ શસ્ત્રોકે સમાન તત્કાલ છેદન કરતે હૈં, કયોંકી અસત્ય વચનકે સમાન દૂસરા કોઈ ભી નહીં હૈ. ૧૭૯૭.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯ શ્લોક-ર૬) * જે કેટલાય રાજા ભૃકુટિની વક્રતાથી જ શત્રુઓને જીતી લે છે તેમના પણ વક્ષસ્થળમાં જેણે દઢતાથી બાણનો આઘાત કર્યો છે એવા તે પરાક્રમી કામદેવરૂપ સુભટને જે શાંત મુનિઓએ શસ્ત્ર વિના જ સહેલાઈથી જીતી લીધો છે તે મુનિઓને નમસ્કાર હો. ૧૦૯૮.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, બ્રહ્મચર્ય રક્ષાવર્તિ, શ્લોક-૧)
* * * * પ્રશ્ન - સ્વ અને પારને છેતરનાર કોણ છે? ઉત્તર:- માયા – છલકપટ (તે આત્મવંચિકા છે.) ૧૦૯૯.
(અપરા પ્રશ્નોત્તર રત્ન માલિકા, ગાથા-૧૧) * જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ આસકત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે ? તેમ ઇન્દ્રિયરોગથી પીડિત થયેલા ઈદ્રાદિક દેવો આસકત બની વિષયસેવન કરે છે. પીડા ન હોય તો તેઓ શા માટે વિષયસેવન કરે? ૧૧૦૦.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૩, પાનું -૫૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com