________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૦૬ )
1
(પરમાગમ - ચિંતામણિ * સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય પ્રકૃતિને (પ્રકૃતિસ્વભાવને) છોડતો નથી, જેમ સાકરવાળુ દૂધ પીતાં છતાં સર્પો નિર્વિષ થતાં નથી. ૧૦૮૯.
( શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૧૭)
* જો પ્રાણી કષાયાંકે આતાપસે જલ રહે હૈં વહી વિષયરૂપી વિષસે મૂર્છિત થૈ તથા જો અનિષ્ટ સંયોગ વ ઇષ્ટ વિયોગસે દુ:ખિત હૈ, ઉનકે લિયે યહ સમ્યગ્દર્શન ૫૨મ હિતકારી હૈ. ૧૦૯૦.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૮)
* જે તીવ્રમિથ્યાદષ્ટિ છે તેને ધર્મનું નિમિત્ત મળે તો પણ ધર્મ બુદ્ધિ થતી નથી. તેમ જ જે દઢશ્રદ્ધાની છે તેને પાપનું નિમિત્ત મળવા છતાં પાપબુદ્ધિ થતી નથી, પણ ભોળા જીવોને જ જેવું નિમિત્ત મળે તેવા પરિણામ થાય છે. ૧૦૯૧.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૨૮ ભાવાર્થ )
***
* ભયંકર મગરમચ્છ આદિ જળચર પ્રાણીઓ જેની અંદર ઊછળી રહ્યાં છે અને ભયાનક વડવાગ્નિ જેની અંદર વસે છે એવા ભયંકર સાગર મધ્યે આવી પડેલા વહાણમાંના માણસો પણ આપના સ્મરણથી નિર્ભયપણે જોખમાયા વગર તરીને પાર થઈ શકે છે. ૧૦૯૨.
(શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૪૪ )
* રોગ અને જરા આદિરૂપ વિકાર વાસ્તવમાં મારા નથી, તે તો શરીરના વિકાર છે અને હું તે શરીરથી સંબદ્ધ હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી સર્વદા ભિન્ન છું. ઠીક છે – વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ સાથે આકાશનો મેળાપ થવા છતાં પણ તેમાં કોઈ પ્રકારનો વિકારભાવ ઉત્પન્ન થતો નથી. ૧૦૯૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, સદબોધ ચંદ્રોદય, શ્લોક-૨૩)
* ખીર અને નીર મળેલાં હોવા છતાં, હંસલા સ્વભાવથી જ વગ૨-પરિશ્રમે ખીરને જ પીવે છે; તેમ સજ્જન જ્ઞાની-હંસ શાસ્ત્ર-સમુદ્રમાંથી ભેદજ્ઞાન વડે કેવળ આત્માના સદ્દગુણોને જ ગ્રહણ કરે છે. ૧૦૯૪.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-પ૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com