________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૦૦)
(પરમાગમ - ચિંતામણિ
* હિતરૂપ અને પ્રયોજનભૂત મીઠા વચનો જીવને સાંસારિક આતાપજન્ય દુ:ખથી રહિત કરે છે. જલ, ચંદન, ચંદ્રમા, મોતીનો હાર તથા ચંદ્રકાંતમણિ અંતરંગ આતાપને દૂર કરીને જીવને વાસ્તવિક સુખ આપવા સમર્થ નથી. જલ ચંદનાદિકને લોકમાં આતપહારી કહે છે પરંતુ સત્ય વચન જે આતાપ દૂર કરે છે તેવા આતાપ જલચંદનાદિ દૂર કરી શકતા નથી. ૧૦૫૫.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૮૩૪) * ( અવિરત સમ્યગ્દષ્ટિ જીવ) જહાં અપને રાજ્યાદિ ન્યાયકાર્યન વિષઁ લોભ કરે હૈ, તહાં ભી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવકી યોગ્યતા સહિત ક હૈ, અન્યાય લોભ નાહીં કરે હૈ, બહુરિ જિન કાર્યન વિષઁ મહાપાપ ઉપજે ઐસા ન્યાય લોભ ભી નાહીં કરે હૈ, અપને યશ હોનેકા વા અપને ધર્મ વા ધનકા લોભ કરે હૈં. ઇત્યાદિ લોભ ક હૈ સો અપ્રત્યાખ્યાન લોભભાવ જાનના. ૧૦૫૬.
(શ્રી દીપચંદજી, ભાવદીપિકા, પાનું-૬૫ )
* ચારિત્રધારી સંયમ મુનિકો જો નિર્બાધ આત્માસ્થિત, ધુવસ્વભાવરૂપ સમસ્ત દોષરિહત શાશ્વત સુખ હોતા હૈ વહુ સુખ ચક્રવર્તીકો ભી નહીં હૈ, સ્વર્ગસ્થ દવેન્દ્રકો ભી નહીં હૈ, ભોગભૂમિમેં રહનેવાલોંકો ભી નહીં હૈ, નાગરાજ ધરણેન્દ્રકો ભી નહીં હૈ. ઇનકા સબ બાહ્ય અનાત્મ જડ-વૈભવ આત્મવૈભવકે સામને તુચ્છ હૈ. ૧૦૫૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૨૩૬)
* એક દિવસમાં સો યોજન ગમન કરવાવાળો પુરુષ પણ જો પોતાના ઇષ્ટ સ્થાનથી એકદમ ઉલટી દિશામાં ગમન કરવા લાગી જાય તો તે દિ પણ પોતાના ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત થશે નહિ. તેવી જ રીતે મિથ્યાત્વથી સહિત અહિંસાદિ ગુણ જેને હોય તેવો પુરુષ પણ કદિ મુક્તિપદને પ્રાપ્ત થવાનો નથી. આ વાત નિશ્ચિત સમજવી જોઇએ. ૧૦૫૮. (શ્રી શિવકોટી આચાર્ય, મૂલારાધના, ગાથા-૫૯ )
* જેમ દીપક સ્નેહ અર્થાત્ તેલ સંયુક્ત હોય તો મલિન કાજળ નિપજાવે છે. તેમ શાસ્ત્રજ્ઞાન અને શુભાચારથી મંડિત પુરુષ પણ સ્નેહ અર્થાત્ મોહયુક્ત હોય તો તેલની માફક પાપરૂપ અશુભ કાજળ ઊપજાવે છે, અંતે મલિન જ થાય છે. સ્નેહ (મોહ) અનુબદ્ધ જીવના જ્ઞાન- ચારિત્રાદિ રૂડાં ગુણો પણ પ્રસંશાને પામતા નથી.
૧૦૫૯.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૩૧ )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com