________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૩
પરમાગમ – ચિંતામણિ)
* હે આત્મન્ ! તમે મોહનિદ્રા છોડીને સાવધાન થાવ અને જુઓ, તમે ધનસંપત્તિરૂપ માયામાં કેમ ભૂલી રહ્યાં છો? તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં ચાલ્યા જશો અને દોલત જ્યાંની ત્યાં પડી રહેશે. લક્ષ્મી તમારી નાત-જાતની નથી, વંશ પરંપરાની નથી, બીજુ તો શું? તમારા એક પ્રદેશનું પણ પ્રતિરૂપ નથી. જો એને તમે નોકરડી બનાવીને ન રાખી તો એ તમને લાત મારશે, માટે મહાન થઇને તમારે આવો અન્યાય કરવો યોગ્ય નથી. ૧૦૭૧.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સાધ્યસાધક દ્વાર, પદ-૭).
* * * * અપને આત્માના હિત તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર તથા તપકી રક્ષાસે હૈ ઇસ બાતકો સર્વજ્ઞોને કહા હૈ. ૧૦૭ર.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૫૮) * જે મનુષ્ય વૃક્ષ સમાન હિંસાકર્મ રહિત છે. એકલો છે અર્થાત કોઈ સહાયની અપેક્ષા રાખતો નથી, સમસ્ત ઉપદ્રવ્યો સહન કરે છે તથા વનમાં સ્થિત પણ છે છતાં પણ તે સમ્યજ્ઞાન વિના કદી પણ સિદ્ધ થઈ શકતો નથી. ૧૦૭૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ નિશ્ચય પંચાશત, શ્લોક-૧૬)
* * * * જ્ઞાનને રોકનાર, શાન્તિનો નાશ કરનાર, શ્રદ્ધાનો ભંગ કરનાર અને અભિમાનને વધારનાર “કુતર્ક' માનસિક રોગ છે કે જે અનેક રીતે ધ્યાનનો શત્રુ છે. તેથી મોક્ષાભિલાષીઓએ પોતાના મનને કુતર્કમાં લગાવવું યોગ્ય નથી પરંતુ આત્મતત્ત્વમાં લગાવવું યોગ્ય છે કે જે આત્મ-ઉપલબ્ધિરૂપ સિદ્ધિ-સદનમાં પ્રવેશ કરાવનાર છે. ૧૦૭૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૂત, અધિ. –૭ ગાથા-પ૩)
* * *
* સાધુ આગમચક્ષુ- (આગમરૂપ ચક્ષુવાળા) છે, સર્વ ભૂતો (-પ્રાણીઓ) ઇન્દ્રિયચક્ષુ છે, દેવો અવધિચક્ષુ છે અને સિદ્ધો સર્વત:ચક્ષુ (સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા) છે. ૧૦૭૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૨૩૪ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com